આત્મકથા

 ગામ શબ્દ બે અક્ષરનો બનેલો છે.તેમાં ગ અક્ષરને કાનો અને મ એકલો છે. ગામનો અર્થ શું થાય? શું ગ નો અર્થ ગવાર થાય અને મ નો અર્થ માણસાઈ થાય ? મારા મતે એટલે ગવાર અને નો અર્થ માણસાઈ જ થાય છે. આ વાર્તા છે એક એવા યુવાન પાત્રની જે એક શુદ્ધ ગામડિયો પણ છે અને એટલો જ શહેરનો જાણકાર, મારૂ આ પાત્ર ગુજરાતના નાનકડા ગામમાં રહે છે. અને તેના સ્વપ્ના તેને શહેરની ગલીઓ સુધી લઈ જાય છે. અને તેની આ યાત્રા તેની ગામ અને શહેરની વચ્ચેની ભેદ રેખા સમજાવે છે.તેની આ વાર્તા છે. મારી વાર્તાનું આ પાત્ર દરેક વખતે અલગ નિર્ણયો લઈને પોતાની જાતને પડકાર આપે છે. અને અંતે તેને સમજાય છે.

જ્યાં થઈ શરૂઆત ત્યાં જ થાય અંત,
ત્યાં રમીએ અનેત્યાંજ ભમીએ,
સુખ-દુખની વચ્ચે ત્યાં જ હસીએ…
શહેરની આ ભુલભુલામણીની રમતમાંથી નિકળી..
ગામની ગલીઓમાં વસીએ,
માણસાઈની ચાદરમાં લપેટાઈ, 

બે પળની આરામની પથારીમાં પડીએ,

લોકોના ટોળામાંથી નિકળી,

પોતાની વચ્ચે રહીએ,

ચાલો,..વતનની માટીમાં ભળીને,

વતનની વાતો કરીએ…..  

અંક –1   ( સાચી ઓળખ )

રમેશ આજે ઘણો ખુશ છે.આજે કોલેજનો પહેલો દિવસ છે. રમેશ જે દિવસનો વર્ષોથી રાહ જોઈ રહ્યો હતો.તે દિવસે આજે આવી ગયો છે..પોતાના ગામની પ્રાથમિક સ્કુલમાં બાલમંદિરથી લઈને બારમું ધોરણ પુર્ણ કર્યા બાદ વર્ષો બાદ હાશકારો લઈ રહ્યો છે .પરંતુ તેમ છંતા તેના દિલમાં કઈંક ખટકી રહ્યું છે…બારમાં ઘોરણની સાયન્સની પરીક્ષા પહેલા જ પયત્ને પાસ કરી હોવાથી ઘરમાં ખુશીનું વાતવરણ છે…પછી ભલને પરીક્ષા પાસ ક્લાસમાં પાસ કરી હોય…જોકે રમેશ પરીક્ષામાં પાસ ક્લાસ મળ્યો છે…તેનાથી પણ વધારે ગૌરવની વાતએ છે કે ગામમાંથી ફક્ત ત્રણ છોકરા પાસ થયા છે..તેમાં રમેશ ત્રીજો છે. જેથી ગામની સાથે ઘરવાળાઓને પણ તેની ઉપર ગૌરવ છે..પરંતુ રમેશ તેના સ્વપ્નામાં હતો. રમેશને ઘરવાળા તરફથી ફક્ત પાસ થવાનું કહ્યુંને રમેશે પાસ થઈને બતાવ્યું.તે વાતને તેને ખુદ પર ગૌરવ હતો..પરંતુ હવે તેની ઈચ્છા ઈંગ્લીસ મીડિયમમાં ભણાવાની હતી..પરંતુ તેનો બારમાં ઘોરણ સુધીનો અભ્યાસ ગુજરાતીમાં હતો. અને આજુબાજુના શહેરમાં કોઈ ઈંગ્લીશ મીડિયમ કોલેજ ન હતી..જેથી તેની આ ઈચ્છા પુરી ન થઈ..જેથી પાસ થયો હોવા છંતા ભણવા પત્યે તેની ઈચ્છા મરી પરવારી હતી..તમને કદાચ થશે, કે ભણવા પત્યેની ઈચ્છા આવા કારણોથી કંઈ ઓછી થઈ જતી હશે..પરંતુ રમેશ આવો જ છે. તેના વિચાર કઈંક અલગ છે.. લોકો ઉત્તરમાં જાય તો તે દક્ષિણમાં કેમ લોકો નથી જતાં તેના કારણોની તપાસ કરશે.જો તેને લાગશે કે ઉત્તરમાં જવાથી ફાયદો છે તો જ જશે નહીંતો દક્ષિણમાં જઈને નવી ચેલેન્જ લેવાનું વધારે પંસદ કરશે…આ વાક્યનો સાર તમને અત્યારે સમજમાં નહી આવે પરંતુ જ્યારે રમેશને તમને પુરેપુરો સમજશો ત્યારે આ વાક્ય રમેશ અને તેની સમજણ વિશે ઘણું કહી જશે…

ચાલો હવે કોલેજ તરફ પ્રયાણ કરીએ, કોલેજનો પહેલો દિવસ છે ..ઘરમાં કપડાની તંગી છે ઘરમાંથી કોઈ કોલેજ અત્યારે સુધી ગયું નથી. રમેશ કોલેજમાં જનારો પહેલો માણસ છે..કપડામાં ફક્ત એક રાજકપૂર સ્ટાઈલનું જાંબલી કલરનું પેન્ટ છે ..અને કહેવાતો ગુલાબી કલરનો શર્ટ છે…જોકે ગામની સ્કુલમાં સ્કુલ ડ્રેસનું ચલણ હતું જેથી ક્યારેય કપડાની તંગી વર્તાઈ ન હતી.. એટલે રમેશ વારે તહેવાર કે કોઈના પ્રસંગે જવા માટે આ રાજકપૂર સ્ટાઈલની જોડી પહેરવા માટે કાઢતો હતો ..રમેશ અીસમાની સામે ઊભો છે.પોતાના વાળને સરખા કરવાની મથામણ કરી રહ્યો છે. કોલેજ જવા માટે ગામના બસ સ્ટેન્ડમાંથી સરકારી બસ પકડવી પડશે. અને બસનો સમય થઈ ગયો છે. એક તરફ  સમયની અછત તો બીજી તરફ ઈન-શર્ટની સમસ્યા. રમેશ શર્ટને ચારેય દિશાથી પેન્ટમાં  ઘુસાડવાની કોશિષ કરી રહ્યો છે. પરંતુ શર્ટ  સરખી રીતે પેન્ટમાં આવી રહ્યો નથી. આજે કોલેજનો પહેલો દિવસ છે. એટલે રમેશ સારી રીતે તૈયાર થવા ઈચ્છી રહ્યો છે. પરંતુ ઈન-શર્ટ ન કરવાની આદતના કારણે રમેશને ઈન-શર્ટ કરતા આવડતું નથી. અને અંતે છેવટે મમ્મીની ફટકાર પછી રમેશ કોલેજ માટે નિકળ્યો. આજે  કોલેજ જવા માટે પહેલો દિવસ છે. ગામના બસ-સ્ટેન્ડ સુધી જવા માટે મેઈન બજારમાં થઈને જવું પડશે. જેથી રમેશ થોડો શરમાઈ રહ્યો છે. બજારમાં લોકોની ભીડ હશે. કોલેજ જતા છોકરા-છોકરીઓ સામે લોકો ટગર-ટગર  જોયા કરે છે એમ રમેશ માને છે. જેથી રમેશને લાગી રહ્યું છે લોકો બજારમાં તેને ધ્યાનથી જોશે. અને વળી ઈન-શર્ટ બરાબર થયું નથી. જેથી રમેશ વધારે શરમ અનુભવી રહ્યો છે. રમેશના ગામથી શહરેનું અંતર માત્ર દસ કિલોમીટર છે. તેમ છંતા રમેશને શહેરનો અનુભવ નથી. તેથી વખત આ પહેલો દિવસ છે જે દિવસ એકલો તે શહેર જશે. આ સિવાય તે ઘણી વખત એડમિશન માટે શહેરના ધક્કા ખાઈ ચુક્યો છે.જેથી તેના કોલેજ સુધી  કેવી રીતે જવું તેનુ તેને ખ્યાલ છે..આમ તો રમેશ સ્માર્ટ છે. આત્મ-વિશ્વાસથી ભરેલો છે. કઈંક કરી બતાવાની ઝંખનાવાળો છે. પરંતુ સમસ્યા એ  છેકે તે આ બધા સારા ગુણોથી અજાણ  છે. તેને લાગી રહ્યું છેકે દુનિયાનો સૌથી ગરીબ અને દુખી માણસ તે માત્ર એકલો છે. તેવું સમજવા માટે તેની પાસે ઘણા કારણો છે. રમેશ બજારમાંથી જેમ-તેમ કરીને બસ-સ્ટેન્ડ સુધી પહોચી ગયો છે. બસ-સ્ટેન્ડમાં ઘુસતાની સાથે છોકરા-છોકરીઓની બે ટાળા અલગ અલગ બેઠા છે..રમેશની નજર કોઈ ઓળખીતા મિત્રને શોધી રહી છે. પરંતુ તેના મિત્રો બધા નાપાસ થયા છે. જેનું તેને ઘણું દુખ છે. અને જેથી રમેશને કોલેજમાં નવા મિત્ર બનાવવા પડશે. બસ સ્ટેન્ડમાં ચારેય તરફ ડાફોડીયા માર્યા પછી પણ કોઈ પોતાના મિત્ર દેખાયો  નહીં. જેથી રમેશ હતાશ હતો. આજે દિવસ ખાસ હતો. પરંતુ કોઈ ખાસ ન હતું. એકલતાના અંધારામાં રમેશ કોલેજ સુધી તો ગયો પરંતુ કોલેજ પત્યે તેનામાં નિરશતા દેખાઈ રહી હતી. કોલેજનું મહત્વ રમેશ સમજી શક્યો નહીં. કોલેજના પહેલા દિવસે પહેલો પિરીયડ કેમેસ્ટ્રીનો હતો. થિયેટર ક્લાસમાં મોટી સંખ્યામાં છોકરા-છોકરીઓની સંખ્યા બેઠી હતી. તેમા રમેશ છેલ્લી પાટલી ઉપર બેઠો છે. વિધાર્થીઓમાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે. તેમાં રમેશ પોતાની દુનિયામાં ખોવાયેલો છે. ક્લાસમાં પ્રોફેસરનું આગમન  થાય છે. વિધાર્થીઓ ઉભા થઈ શિક્ષકને આદર આપે છે. પ્રોફેસર સાહેબ પોતાની ઓળખ આપે છે અને ક્લાસની શરૂઆત થાય છે. આ પ્રમાણે આખો દિવસ પસાર થાય છે. એક પછી એક દરેક વિષયના પ્રોફેસર આવી પોતાનો પરિચય આપીને ભણાવાની શરૂઆત કરે છે. પરંતુ રમેશમાં  કઈંજ પ્રકારની રૂચી જણાતી નથી. રમેશ પોતાનામાં સુખી માણસ છે. બહારની દુનિયા જોડે તેનો કોઈ નાતો નથી. રમેશે પહેલી વખત મોટી સંખ્યામાં તેની જ વયના છોકરા છોકરીઓને જોઈને મુંઝવણમાં મુકાઈ ગયો છે. તેમના કપડા પહેરવાની સ્ટાઈલ, આત્મવિશ્વાસ, વાત કરવાની છટા જોઈને રમેશને પોતાની ઉપણો સમજાઈ રહી છે. જેથી રમેશ પોતાની જાત પત્યે આત્મવિશ્વાસ ગુમાવી રહ્યો છે તેમ તેને સમજાઈ રહ્યું છે. જેથી રમેશ છેલ્લી પાટલીએ બેસીને મનોમંથન કરી રહ્યો છે. જોકે આ ક્લાસમાં રમેશના સ્કુલના બે મિત્રો છે પરંતુ તેમની સાથે બેસવામાં રમેશની કોઈજ ઈચ્છા નથી. તેમ છંતા રમેશ પોતાની જાતને બધા સાથે ભેળવાની તેયારી કરી રહ્યો છે.

રમેશ નિયમિત કોલેજ જઈ રહ્યો છે પરંતુ મન ભણવામાં નથી. ક્લાસમાં ઘુસ્ચાં પછી બધાજ ક્લાસ નિયમિત રીતે ભરી રહ્યો છે તેમ છંતા ભણવામાં ધ્યાન નથી. રમેશ બારમાં ધોરણ પછી અંગ્રેજીમાં ભણવાની ઈચ્છા રાખતો હતો. પરંતુ આ ઈચ્છા પુરી થઈ નથી જેનો તેને રંજ છે. જોકે રમેશ એન્જીનીયરીંગ કોલેજમાં પ્રવેશ મેળવવા માટે ઘણો પ્રયાસ કર્યો હતો પણ સફળતા મળી ન હતી.જેથી નાછૂટકે રમેશને કોલેજ કરવાની ફરજ પડી હતી. ગુજરાતી માધ્યમથી ત્રાસેલા રમેશ માટે કોલેજ એક બોજ સમાન બની ગઈ હતી. એક તરફ કપડા અને રૂપિયાની અછત અને બીજી તરફ કઈંક અલગ માધ્યમમાં ભણવાની ઈચ્છા. કઈં  જ સમજાતુ નથી. રમેશ અંધારામાં લપેટાઈ ગયો છે. કોલેજ જવું તેનો નિયમ બની ગયો હતો. દિવસો અને પછી મહિના વીતવા લાગ્યા રમેશ વધારે મુંઝવાતો ગયો.

રમેશ કોલેજની આંતરિક પરીક્ષામાં નાપાસ થયો પરંતુ તેનો કોઈજ દુખ નહતું જાણકે તેને સ્વીકારી લીધું છે. રમેશ આ દિવસો  અનેક રીતે મુશ્કેલીમાં હતો. એક તરફ ઘરમાં બાપની દારૂ પીવાની કુટેવના કારણે રમેશના ઘરમાં હમેશા ચિંતાનું વાતાવરણ રહેતુ હતું. જેથી રમેશ જ્યારે કોલેજમાં આવે ત્યારે મન ઘરમાં રહેતુ હતું. અને સાથે બાપ સાથે પૈસા માંગવામાં સંકોચ થતો હતો. જેથી રમેશ ખીલી શક્યો હતો. રમેશ અંદરોઅદર મુંઝવાતો હતો. કોલેજમાં અન્ય છોકરા-છોકરીઓને જોતો અને પોતાને લાચાર સમજતો હતો. જેમાં રમેશ ભણતરના મહત્વને સમજી શક્યો ન હતો.

દિવસે-દિવસે ભણતરથી દૂર થઈ રહેલા રમેશ માટે કોલેજ ગળાની ફાસ બની ગઈ છે.  જેમ જેમ સમય પસાર થયો તેમ તેમ રમેશને ગણ્યાં ગાંઠ્યા લોકો સાથે કાચી મિત્રતા પણ બંધાઈ હતી.પરંતુ  તે રમેશ માટે સહાયરૂપ ન બની. એકલતાના અંધારામાં લપેટાઈ ચુકેલા રમેશ માટે દિવસો ભારે બની ગયા હતાં. જોકે રમેશ પોતાનો રસ્તો શોધવા મથામણ કરી રહ્યો હતો પરંતુ પ્રયત્નો નિષ્ફળ જતાં હતાં.તેવામાં રમેશને અનોખો અનુભવ થયો જે રમેશના જીવનમાં પલટો લાવવામાં મુખ્ય ભાગ ભજવ્યો.

રમેશ રોજની જેમ આજે કોલેજ ગયો હતો. આજે કેમેસ્ટ્રી લેબમાં પ્રેકટીકલ માટે જવાનું હતું. તેવામાં રમેશને પોતાની જ નાતનો એક મિત્ર મળ્યો હતો…જેથી રમેશ નાતના સંબધે થોડું પોતીકી અનુભવતો હતો. જેથી રમેશ કેમેસ્ટ્રી લેબમાં તેની સાથે પ્રેક્ટીકલ કરવાનું પંસદ કરતો હતો. રમેશ પોતાની એકલતાને મિત્ર સાથે ભુલવાની કોશિશ કરતો હતો. નવી નવી બંધાયેલી મિત્રતામાં રમેશને અચાનક ડંખ મળ્યો.જેની રમેશે કલ્પના પણ કરી ન હતી.અચાનક તેના નાતવાળા મિત્રએ તેને સવાલ કર્યો તેને રમેશને તે ક્યાનો છે તે બાબતે સવાલ કર્યો .રમેશ આ સવાલ સાંભળી ઘણો ખુશ થયો . તેને લાગવા લાગ્યું કે પોતાની નાતવાળા સાથે મિત્રતા કેટલી કોમળ હોય છે.પરંતુ તે પોતાના ગામનું નામ કહે તે પહેલા જ  નાતવાળા મિત્રએ કહ્યું કે રાકેશ તારે તારું ગામ કહેવાની જરૂર નથી. તારા બોલવાની છટા અને વ્યવહારથી લાગે છે કે તુ કોઈ ગામડીયો છે .અને તારું ગામઠીપણું બધુ જ કહી છે .આ વ્યંગ રમેશના દિલમાં સાપના ડંખની જેમ ડંખી ગયો .રમેશને પાકી ખાત્રી થઈ ગઈ કે આ મારા નાતવાળાએ મારી આ કોમળ મિત્રતા ઉપર કટારી ફેરવી દીધી છે. રમેશનું આ અપમાન અને ગામડીયો શબ્દ દિલમાં ખૂપી ગયો .રમેશને પોતાની ઉણપ સમજાઈ ગઈ. પોતાની નબળાઈ સમજાઈ ગઈ.

કોલેજમાંથી નાતવાળા મિત્રની શબ્દોની તમાચનો સ્વાદ ઘર આવ્યા પછી તાજો હતો. રમેશ ઊંઘવાનો પ્રય્તન કરવા લાગ્યો પરંતુ તેને ઊંઘ આવતી નથી. વિચારમગ્ન બનેલા રમેશ માટે આ એક નવો પડકાર છે. શહેરના છોકરા-છોકરીઓ અને તેમની બનાવટી રીત-ભાત કંટાળી ચુકેલા રમેશ માટે ગામની કોમળતા  ગિરવે મુકવાનો વારો આવ્યો હતો. નાતવાળા મિત્રને વળતો જવાબ આપવાની ઈચ્છા પ્રબળ બની હતી. જેથી રમેશને અનોખો વિચાર આવ્યો અને તેને નક્કી કર્યુ કે પોતે હવે અંગ્રેજી કોલેજમાં ભણશે. કોઈ પણ કિમતે તે મોટા શહેરની મોટી કોલેજમાં અંગ્રેજીમાં ભણશે. અને આ નાતવાળા મિત્રને બતાવશે કે આજની ત્રણ વર્ષ બાદ આ ગામડીયો છોકરો તેના કરતા કેટલો આગળ નીકળી ગયો છે. અને ગુજરાતી તેના કરતા કેટલી સ્પષ્ટ્ર અને સાચી બોલે છે.

દિલમાં આ અનુભવેને નભુલવાની નેમ સાથે રમેશ કોલેજ જવા માટે  તૈયાર થાય છે. રોજની રમેશ કોલેજમાં તો છે પણ મન અને દિલ કોઈ અલગ ઠેકાણે છે..કોલેજના ખિસ્સામાં પોકેટ મનીના નામે માત્ર  દસ રૂપિયા છે જેનાથી તે કોલેજથી બસ સ્ટેન્ડ અને એક મુઠી ખારીસીંગ ખાઈ શકે તેમ છે. જોકે રમેશ તે વાતનું પણ દુખ નથી. પરંતુ રમેશ તે વાતનો રંજ છે કે બાળપણથી જવાની સુધીની આર્થિક તંગી તેના ભાગ્યમાં જ કેમ લખાઈ છે અને તેમા વળી કોલેજના આ અલગ વાતાવરણમાં ગામડીયાનો સિક્કો તેના અંતરની આત્માને વારંવાર દઝાડતો હતો. તેમ છંતા રમેશને ખબર હતી કે કોલેજ  બંધ કરવી  શક્ય નથી. કારણકે કોલેજ બંધ કરીને કરવુ શું કે એક મોટો પ્રશ્ન હતો. તેવામાં  કોલેજમાં ફેઈલ થયા પછી કોઈ રસ્તો નિકળશે તે વાતમાં તેને વધારે વિશ્વાસ હતો.

કોલેજની છમાસિક પરીક્ષા આવી અને તેનું પરિણામ પણ આવ્યુ. તેમાં રમેશનું  નિષફળ પરિણામ પણ આવ્યું. જોકે રમેશને આ વાતનો કોઈ ફર્ક ન પડ્યો . રમેશને ખબર હતી કે તે પોતે ખોટુ કરી રહ્યો છે પણ તેણ ખબર હતી હવે સમય તેના હાથમાંથી ચાલી ગયો છે.

રમેશ માટે કોલેજ જેલ બની ગઈ હતી. રમેશમાં ભણવાની ઈચ્છા તો હતી પરંતુ આ કોલેજ પ્રત્યેની નફરત ઘણી વધી ગઈ હતી .જેનું પરિણામ રમેશને વર્ષના અંતે મળવાનું નક્કી હતું. જોકે રમેશ કોલેજ પ્રત્યેની પોતાની નારજગીને કોઈની સમક્ષ જાહેર કરી નહતી. તેને ખબર હતી કે મારી આ કોલેજ પ્રત્યેની નારાજગીથી મને મારી મરજીની કોલેજમાં ભણવાની તક મળવી ઘણી મુશ્કેલ છે. ભણતરનું મહત્વ સમજતા રમેશમાં આ કોલેજ પ્રત્યેનો અનાદર તે ગામડીયોનો તમાચો હતો જે તેના નાતવાળા મિત્રએ જ કોલેજની શરૂઆતમાં જ માર્યો હતો .જેથી રમેશ કોલેજમાં કોઈની સાથે ભળી શક્યો ન હતો. એકલતાના અંધારમાં રમેશ દિવસેને દિવસે વધારે અંધારમાં ધકેલાતો ગયો .તેમ તેમ તેની મેટ્રો સિટીમાં ભણવાની ઈચ્છા અને અંગ્રેજી પત્યેનું આકર્ષણ વધતું  જતું હતું. રમેશનું પ્લાનિંગવાળુ મગજ કોલેજમાં ફેઈલ જતું હતુ. કોલેજથી ઘર અને ઘરમાં આવ્યા પછી ઘરની ચિંતા તેની માટે ચિતા સમાન બની જતી હતી. સુખ પછી દુખ અને દુખ પછી સુખમાં માનતા રમેશમાં દુખના દિવસો ચાલતા હતા. રમેશ માટે કોલેજ કરતા ઘરની ચિંતા વધારે ભારે ત્રાસ આપતી હતી. રમેશના જન્મથી જ દારૂએ તેની જિંદગી બરબાદ કરી હતી.તેના પિતા દારૂના બંધાણી હતા. જેથી ઘરમાં દારૂના કારણે મોટાભાઈ, માતા અને પિતા વચ્ચે  મોટા યુધ્ધો થતા હતાં. જેથી રમેશ માટે આ માનસિક ત્રાસ અસહ્ય બન્યો હતો. તેમા વળી કોલજમાં પોતાની જાત પ્રત્યે શરમ આવતી હતી. જેથી રમેશ માટે આ સમય અમાસ જેવો હતો. જેમા દરેક ખૂણે અંધારૂ હતું. તેમ છંતા રમેશને વિશ્વાસ હતો કે આ અંધારૂ ક્યારેક દૂર થશે અને એક દિવસ એવો આવશે કે જ્યારે તેના જીવનમાં ચારેય દિશાએ પ્રકાશ હશે. પરંતુ તે દિવસ ક્યારે આવશે તેની ઉપર હાલના દિવસોમાં કોઈ પ્રકાશ ન હતો. જેથી મુંઝાયેલો રમેશ નિરાશ રહેતો હતો.

અંક 2 ( પરિણામની ઉજવણી )

કોલેજનું એક વર્ષ પૂ્ર્ણ થઈ ગયું છે. પરિણામ જાહેર થવામાં ગણતરીના દિવસો બાકી છે . તેવામાં રમેશને ત્યા ફોઈનો છોકરો વેકેશનમાં રહેવા આવ્યો છે. નાનપણથી જ રમેશને ફોઈના દિકરા સાથે સારી મિત્રતા છે ,જેથી જયેશ આવ્યો તેથી રમેશ ઘણો ખુશ છે. જયેશની આવવાની ખુશીમાં રમેશના મગજમાંથી કોલેજનું પરિણામ ભુંસાઈ ગયું છે.  પરિણામના માત્ર એક દિવસ પહેલા જ જયેશ ઘરે આવ્યો છે. જો કે ફોઈ ઘણા પૈસાવાળા છે. જેથી જયેશના આગમનથી ઘરવાળા ઘણા ખુશ છે, જયેશને પૈસાનું અભિમાન રાખ્યા વિના પોતાના મામાને ત્યા આટલી અસહ્ય ગરમીમાં રહેવા આવ્યો છે. તે વાતથી રમેશને જયેશ ઉપર ઘણું ગર્વ થાય છે. જોકે રમેશના ફોઈએ દુખના સમયમાં ફોઈએ ઘણી મદદ કરી  છે. જેથી રમેશને તેમના ઘણું માન છે. જોકે જયેશ મામાના ઘરે વેકેશનની સાથે કાર શીખવા આવ્યો હતો. જેથી રમેશ બીજા દિવસે વહેલી સવારે  બાજુના શહેરમાં ડ્રાઈવિંગ સ્કુલમાં લઈ જાય છે. ડ્રાઈવિંગ સ્કુલમાં નક્કી થયા બાદ રમેશ અને જયેશ પિક્ચર જોવાનું નક્કી કરે છે .પિક્ચર શરૂ થવાની વાર છે તેવામાં ટોકીઝમાં રમેશનો કોલેજનો મિત્ર પ્રકાશ આવ્યો છે. હર્ષના વરઘોડે આવેલા પ્રકાશે રમેશને આજે જાહેર થયેલા કોલેજના પરિણામ વિશે જણાવ્યું જેથી  રમેશ ચિંતામાં મુકાઈ ગયો.રમેશના પરિણામની વાત જાણી જયેશ ઘણો ખુશ થયો અને તેને છાપા રિઝલ્ટ જોવા માટે રમેશને તૈયાર કર્યો .જોકે રમેશને ખબર હતી પરિણામ શું આવ્યુ છે. જેથી રમેશ પરિણામને ટાળે છે પરંતુ જયેશ કોઈ કાળે સમજવા તૈયાર નથી .છેવટે રમેશ છાપુ લઈને આવે છે. જયેશ છાપામાં રમેશનો નંબર શોધવાનો પ્રયત્ન કરે છે પરંતુ રમેશનો નંબર છાપા મળતો નથી. રમેશ સમજી ગયો છે. આ પિક્ચરની મજા આજના દિવસની છેલ્લી મજા છે અને ત્યાર બાદ ઘરે જઈને રડવાનો વખત છે. જેથી રમેશ આ પિક્ચરની મજાને જતી કરવા માટે કોઈ પણ કાળે તૈયાર નથી .જેથી જયેશને સમજાવે છે કે મને પરિક્ષાનો નંબર ખબર નથી જે મારાથી ભુલાઈ ગયો છે .જેથી ઘરે જઈને તપાસ કરીશું તો મારો નબર છાપામાંથી મળી જશે. અત્યારે આપણે પિક્ચર જોઈએ.જોકે રમેશ ઉપર વિશ્વાસ રાખતો જયેશ આખરે તેની વાતને માની લે છે. વર્ષો પછી ટોકીઝમાં પિક્ચર જોવાની તક અને બીજી તરફ ભણતરમાં નિષ્ફળતાનો દિવસ. જેમાં રમેશ વર્ષો પછી સિનેમાની મળેલી મજાને માણી લીધા પછી કોલેજની જતી રહેલી તક માટે રડવાનુ વધારે પંસદ કરે છે. એક તરફ ત્રણ કલાકનું પિક્ચર પુરૂ  થાય છે, તો બીજી તરફ જીવનમાં નવો વળાંક શરૂ થાય છે .રમેશ અને જયેશ ઘરે પાછા ફરે છે. જયેશ ખુશ થઈને રમેશના પરિણામની જાહેરાત કરે છે. તેવામાં  ઘરના સભ્યો ખુશ થઈને છાપામાં રમેશનો નબર શોધી રહ્યાં છે. વારંવાર શોધ્યા પછી પણ રમેશનો નંબર છાપામાં નથી. મોટો ભાઈ અને મા-બાપ ઘણા ચિંતામાં દેખાઈ રહ્યાં છે. કુંટુબના સભ્યોની આ પ્રકારની સંવેદના જોઈને રમેશની આંખામાંથી આંસૂ નીકળવાના શરૂ થઈ જાય છે. તેને ખબર હતી કે એક દિવસ એવો આવશે કે જ્યારે મારે પરિવારના સભ્યોની સમક્ષ રડવાની વારી આવશે. અને તે વખતે મારી પાસે અફસોસ સિવાય બીજુ કાંઈ નહી હોય. તે દિવસ આવી ચૂક્યો હતો. ઘરના સભ્યો રમેશ ફેઈલ થશે તે વાતને પચાવી શક્તા નથી. તેવામાં  મોટાભાઈનો એક સવાલ રમેશને વધુ લાગણીશીલ બનાવી દે છે. મોટાભાઈ ફેઈલ થવાનુ  દુખ વેઠી ચૂક્યા છે તેવામાં રમેશને જોઈને મોટાભાઈ ચિંતામાં મૂકાઈ ગયા હતાં. તેવામાં તેમના મુખમાંથી એખ સવાલ નીકળ છે કે રમેશ હવે તું શુ કરીશ. જેનો જવાબ રમેશને પણ ખબર નથી. તેવામાં રમેશ ઘરના સભ્યોને શું સમજાવશે., તેની તેને પણ ખબર નથી. ત્રણ કલાલ પહેલાનું હસતુ રમતુ વાતાવરણ ગમગીન બની ચુક્યુ છે. રમેશના ભવિષ્યની ચિંતા ઘરમાં દરેકને સતાવી રહી છે. જ્યારે રમેશ માટે કોલેજનો ત્રાસ ઓછો થયો છે .તે વાતની નિરાત છે. પણ શું કરીશ  તે વાતની તેને ચિંતા છે. પરંતુ મોટા શહેરની અંગ્રેજીની મોટી કોલેજમાં ભણવાનું સ્વપનું રમેશ માટે હજૂં પણ કાયમ હતું. જેથી રમેશ કોઈ પણ કાળે પોતાનું આ સ્વપ્ન સાકાર કરવા માંગે છે. ઘરમાં ચિંતાનું મોજૂ ફેલાઈ ગયું છે. મા-બાપ સહિત ભાઈ ચિંતાની ચાદરમાં લપેટાઈ ગયા છે. આ સ્થિતીમાં રમેશની મનોવ્યથામાં કોઈ પરિવર્તન ન હતું. રાકેશ કોલેજના પહેલા વર્ષમાં ફેઈલ થયો છે, તે વાતનો ઘરના સદસ્યોને માનવામાં આવતુ ન હતુ. જે છોકરો બાર સાયન્સમાં પ્રથમ પ્રયત્ને પાસ થઈ ગયો હોય તે હોશિયાર છોકરો કોલેજના પહેલા વર્ષમાં કેમનો ફેઈલ થાય તે ઘરના પરિવારજનો માટે સમજવું મુશ્કેલ હતુ. મોટાભાઈએ રમેશ સ્પસ્ટ્ર શબ્દોમાં જણાવી દીધુ કેઆજની 6 મહિના પહેલા તારી કોલેજમાંથી એક કાગળ આવ્યો હતો. જેમાં જણાવ્યું હતુકે તુ કોલેજમાં નિયમિત જતો ન હતો. જે કાગળ વિશે મે તને જણાવ્યું હતુ તે વખતે રાકેશ તે મને કહ્યું હતું કે ભાઈ આ કાગળ કોલેજની ભુલ છે, પરંતુ વર્ષના અંતે આવેલુ તારુ આ પરિણામ સાબિત કરે છે કે તે વખતે તારા ઉપર કરેલો મારો ભરોસો ખોટો હતો પણ કોલેજમાંથી આવેલો તારો અનિયમિતતાનો કાગળ સાચો હતો. જોકે રમેશ કોલજમાં નિયમિત જતો હતો પરંતુ તેનું ઘ્યાન કોલેજમાં રહેતુ ન હતું. તે વાત સાચી હતી. પરંતુ જ્યારે અભિયાસમાં પરિણામ મહત્વનું હોય છે. જો સખ્ત મહેનત પછી પણ સારુ પરિણામ ન આવે તો નસીબ ખોટુ સાબિત થાય છે. અને જો ઓછી મહેનત વધુ સારા માર્ક આવે તો પણ નસીબનો કમાલ છે .આ બન્નેમાં મગજનું કોઈ મહત્વ નથી. જોકે રમેશ પાસે મગજની અછત નથી પરંતુ તે પરિણામમાં ઈચ્છાશક્તિ ફેઈલ સાબિત થઈ હતી. કોલેજમાં પાસ થવાની તેની કોઈ ઈચ્છાશક્તિ કોલેજની શરૂઆતથી જ દેખાતી ન હતી.

જોકે કહેવાય છે ને.

નસીબના લેખા કોને દેખ્યાં,

શેની હાર શેની જીત,

શું કમાયા શું ખોયુ ,

શું મારુ શું તારુ

આજે જીવન આજે મુત્યું,

કાલે જીવ્યા કોને જોયું.  

જોકે શરમની ચાદરમાં લપેટાયેલા રમેશ માટે કોઈ રસ્તો બચ્યો નથી. સ્વપ્નાની ચાદરનો સહારો તેનો માત્ર એક વિકલ્પ છે. જે ચાદરે તેને અત્યાર સુધી કોલેજથી દૂર રાખ્યો હતો. તેજ સ્વપ્નાની ચાદર કદાચ તેની હિમતને જીવતી રાખે તો નવાઈ નહીં.

અંક -3 ( ભવિષ્યનો અંગ્રેજી ઈજીનીયર ) 

ઈન્જીનિયર શબ્દ પેઢીઓથી વડોલોમાં લોકપ્રિય રહ્યો છે. ઈન્જનિયર શબ્દ આવે અને   વડીલનાં મુખે વાહ શબ્દના નીકળે તેવુ ભાગ્ય બને છે. મોટા ભાગે લોકો વિચારતા હોય છે કે જો તમે ઈન્જીનિયર બની ગયા તો તમે જગ જીતી ગયા. તેવામાં રમેશની સામે હજૂ ઈન્જીનિયરનો વિકલ્પ ખુલો હતો. પરંતુ બાર સાયન્સમાં આવેલી ઓછી ટકાવારીએ ઈન્જીનિયરીંગનો દરવાજા પણ બંધ કરી દીધા હતો. તેવાં કોઈ વિકલ્પ શોધવો મુશ્કેલ હતો. હવે રમેશ મુંઝાયેલો હતો. જેથી રમેશ નિયમીત ભગવાનના શરણે જવાનું નક્કી કરે છે. દરરોજ નિયમીત મંદિર જતો રમેશ અચાનક દિવસ તેના મિત્રના ઘરે પહોંચી જાય છે. રમેશ અને તેના મિત્રએ બાર સાયન્સની પરીક્ષા સાથે આપી હતી. સ્કુલના દિવસોમાં રમેશ, રામ અને નિશાંતની ત્રિપુટી હતી. તેઓ ગાઢ મિત્રો હતાં. તેમાથી રમેશ બાર સાયન્સમાં પાસ થઈ ગયો હતો. બાર સાયન્સની પરિક્ષામાં પાસ થવાની સાથેજ રમેશે કોલેજ શરૂ કરી દીધી હતી. જ્યારે આ બન્ને મિત્રો ભટકી ગયા હતા. તેવામાં નિશાંત બાર સાયન્સમાં ફેઈલ થયા બાદ ગામની જ ટેકનિકલ સ્કુલમાં કોઈ કોર્ષ કરી રહ્યો હતો. જે કોર્ષ કર્યા બાદ બાર સાયન્સમાં ઓછા માર્ક હોય તો પણ એન્જીનીયરીંગ  ડિપ્લોમામાં  પ્રવેશ મળી જતો હતો. આ વાતની જાણ રમેશને થઈ તે સાથે તેને તેના મિત્ર રામ સાથે આ કોર્ષ કરવાની તૈયારી શરૂ કરી દીધી .તેની સાથે  રામ પણ આ કોર્ષ કરવા તૈયાર થઈ ગયો હતો. હવે તેને આ વાત ઘરમાં કરી અને ઘરમાં ખુશીનો કોર પાર ન રહ્યો . આખરે ભગવાને જેમ-તેમ કરીને એન્જીનીયરીંગના દરવાજા ખોલી દીધાં. તે વાતથી ઘરમાં થોડી શાંતિ તો થઈ પરંતુ આ શાંતિનું મોજૂ કેટલા મહિનાઓ સુધી ચાલશે તે વાતથી સૌ કોઈ અજાણ છે. જો રમેશ કોલેજમાં નાપાસ થયો ત્યાર બાદ તરત જ તેને ટેકનીકલ સ્કુલમાં ભણવાની તક મળી ન હતી. કોલેજમાં નાપાસ થયા બાદ તેને એટીકેટી સ્લોવ કરવા માટે પરીક્ષા આપી હતી. અને સાથે એક વર્ષનો આઈટીઆઈમાં કોમ્પ્યુટર ઓપરેટરનો કોર્ષ પણ  કર્યો હતો. પરંતુ જ્યારે રમેશ એટીકીટીની પરીક્ષાનું પરિણામ લેવા ગયો ત્યારે તેનું નામ બ્લેક લિસ્ટમાં હતું .જેથી તેને કોલેજમાંથી ત્રણ વર્ષ બરતરફ કરવામાં આવ્યો હતો. જેથી કોલેજના દરવાજા ત્રણ વર્ષ સુધી બંધ થઈ ગયા હતા. જોકે રમેશ જ્યારે એટીકેટીની પરીક્ષા આપી હતી ત્યારે તેને કોઈ ચોરી કરી ન હતી. પરંતુ તેને પોતાનું  કેમેસ્ટ્રીનું પેપર કોરુ આપ્યું હતું . જેનો દૂરઉપયોગ થયો હતો. અને તે ફસાઈ ગયો હતો. જેની તેને સારી રીતે ખબર હતી. પરંતુ કોણ જાણે રમેશના નસીબમાં કોલેજમાંથી ગ્રેજ્યુએશન લખાયું જ નથી. તેમ  દરેક વખતે કઈને કઈંક નવા ખેલ થાય છે. આ પ્રકારના અનુભવોમાંથી પસાર થઈ ચુકેલા રમેશના પરિવારજનો માટે  ટેક્નિકલ સ્કુલ શું કમાલ કરશે તે બાબતે શંકા હતી. તેમ છતાં તેઓ રમેશના નિર્ણયની સાથે ખુશ હતાં. તેમની પાસે પણ રમેશની સાથે સૂર પુરાવ્યા સિવાય બીજો કોઈ આરો ન હતો, કારણકે તેમની પાસે કોઈ એવો ભણલો વ્યકિત ન હતો જે ભણતર બાબતે સાચી સલાહ અને મદદ કરી શકે, જેથી મજબૂરી હતી કે નસીબ જ્યાં લઈ જાય તે રસ્તે ચાલતું જવું આખરે કઈંક તો હાથમાં આવશે. આખરે રમેશે આઈટીઆઈ પૂરી કરતાની સાથે ટેકનીકલ સ્કુલમાં એટમીશન લઈ લીધુ હતું . રમેશ અને રામ વચ્ચે દિવસે દિવસે મિત્રતા વધુ ગાઢ થઈ ગઈ હતી. બન્ને સુખ-દુખની વહેંચણી કરવા લાગ્યા અને ડિપ્લોમા કોલેજમાં એડમીશન મળતાની સાથે કિસ્મત ચમકી જશે અને આખરે જીવન ઠેકાણે પડી જશે તે આશા સાથે બન્ને ટેકનીકલ સ્કુલમાં સારી ગુણવતાએ પાસ થવાની તૈયારી કરી રહ્યાં હતા. બધુ જ હેમ-ખેમ પાર પડી ગયું હતુ. વર્ષના અંતે પરીક્ષા પણ પૂર્ણ થઈ ગઈ હતી. અને અંતે નવો વળાંક આવ્યો. આ વળાંકે રમેશના જીવને ઉથલાવી દીધું. ચારેય દિશાએ અંધકાર છવાઈ ગયું. જાણેકે જીવનના બંધાજ સપના બળીને ખાખ થઈ ગયા હતાં. જે ટેકનીકલ કોર્ષ કર્યા પછી રમેશને ડિપ્લોમા કોર્ષમાં પ્રવેશ મળવાનો હતો તે ટેકનીકલ કોર્ષ અમાન્ય બની ગયો હતો. તે વર્ષથી જ આ નિયમ લાગુ થઈ ગયો હતો. જેથી રમેશ અને તેના મિત્ર માટે ડિપ્લોમા કોલેજમાં પ્રવેશ મેળવાનું સ્વપ્ન બળીને ખાખ થઈ ગયું હતું . એક તરફ રમેશ માટે કોલેજના દરવાજા બંધ થઈ ગયા હતો અને બીજી તરફ બદાયેલા નિયમે રમેશને મુંઝવણમાં મૂકી દીધો હતો. તેવામાં કોઈ રસ્તો બાકી બચ્યો ન હતો. બાર સાયન્સ  પાસ કર્યું, કોલેજ અધૂર રહી ગઈ, આઈટીઆઈનો કોર્ષ કર્યો અને છેવેટ ટેકનીકલ કોર્ષનું કોઈ મહત્વ ન રહ્યું . તેવામાં રમેશ માટે હવે શું  ? તે મોટા પ્રશ્ન  બની ઉભો રહ્યો  હતો. રમેશની અંગ્રેજી કોલેજમાં ભણવાની ઈચ્છા. અને સાથે એન્જીનીયરનું સપનું પણ સાકાર ન થયું હતું. રમેશ ઉદાસ થઈ ગયો હતો. જે ઘરના પરિવારજનો માટે ચિંતાનો વિષય બની ગયો હતો. આ ક્ષણે ભવિષ્યનો અંગ્રેજી એન્જિનીયર તુટી  ચુક્યો હતો. રમેશને સારી રીતે ખબર હતી કે વારંવાર નિષ્ફળતાનો સામનો તેની માટે ઘાતક સાબિત થઈ રહ્યો છે. જીવનમાં  માર્ગદર્શકની અછત અને માત્ર સ્વપનાની દુનિયામાં  જીવતા રમેશ માટે ભવિષ્યના પિટારામાં શું લખાયું હશે. તે વાતથી સૌ કોઈને ચિંતા થઈ રહી છે.. રમેશને સારી રીતે ખબર હતી કે  કુંટુબના એક માત્ર ભણેલા મામા તેની મદદ કરી શકે છે, તે સાચો રસ્તો બતાવી શકે તેમ છે . પરંતુ મામાનું ભણતર રમેશ માટે ક્યારેય કામમાં આવ્યું ન હતું. આમ તો રમેશ જાતે સ્વમાની માણસ છે. તે પોતાનું જીવન પોતાની હાથે બરબાદ કરી નાખશે. પણ પોતાનું સ્વમાન મૂકીને કોઈના પગ સાફ નહી કરે તે વાતની તેને ખાતરી છે . આજ દિન સુધી તેણે જે કઈ ભૂલ કે રસ્તા શોધ્યા છે તે આત્મબળે શોધ્યા છે. અનેકવાર પટકાયો છે અને દરેક વખતે ઉભો થયો છે. તેવામાં રમેશ માટે આ પ્રકારનું નવુ સંકટ આવીને ઉભુ હતું. તેવામાં રમેશના ભાઈએ બીજા રાજ્યની કોલેજમાં પ્રવેશની જાહેરખબર છાપામાં જોઈને રમેશ માટે વિચાર આવ્યો . તેણે રમેશ સાથે બીજા રાજ્યની કોલેજમાં પ્રવેશ અંગેની વાત કરી. જો કે રમેશ બીજા રાજ્યમાં ભણવા તૈયાર હતો. પરંતુ તે સારી રીતે જાણતો હતો કે ઘરની નાણાકીય સ્થિતી એટલી સારી નથી કે તે બીજા રાજ્યની કોલેજમાં ભણી શકે, તેમ છંતા તેને પ્રવેશ અંગે હા કરી અને અંતે રમેશના ભાઈએ કોલેજ અંગે જાણકારી મેળવી. જેમાં દર વર્ષે સીતેર હજાર રૂપિયાનો ખર્ચો હતો. આમ ત્રણ વર્ષમાં સારા એવા રૂપિયા ખર્ચાઈ જાય તેમ હતાં. જેથી પહેલા તો આ બાબતે વિચાર સુધા ન થાય તેમ હતુ. પરંતુ ભાઈની નજરે રમેશનું ભણતર જોખમમાં પડ્યું હતું. વારંવારની નિષ્ફળતાથી ઘરવાળા પણ ચિંતામાં મૂકાઈ ચૂક્યા હતાં. તેવામાં કોઈપણ કાળે રૂપિયાની ગોઠવણ કરીને પણ રમેશને ભણવા માટે મોકલવો જરૂરી હતો. જેથી મોટાભાઈએ રમેશને બેંગ્લોરની ડિપ્લોમાં કોલેજમાં ભણવાની તૈયારી બતાવી .અને રૂપિયા વ્યાજે લાવીને પણ રમેશનું એડમીશન કરવાનો નિર્ણય કર્યો . અને અંતે રુપિયાની સગવડ થઈ ગઈ. જેથી રમેશનું એડમીશન ઘરે બેઠા પાકુ થઈ ગયું. બેંગ્લોર જવા માટેની છેલ્લી તારીખ પણ આવી ગઈ. રમેશને સારી રીતે ખબર હતીકે મોટાભાઈ અને પપ્પાએ પોતાના ઘંધામાં કાપ મૂકીને વ્યાજે રૂપિયા લાવીને રમેશને ભણાવા મોકલી રહ્યા છે. તેવામા રમેશ માટે ડિપ્લોમા કોલેજ એક નવી ચેલેન્જ બની ગઈ હતી. અને સાથે એન્જીનીયરીંગનું અંગ્રેજીમાં ભણતર કરવાની ઈચ્છા ધરાવતા રમેશ માટે આ વખતે નિષ્ફળતા પોશાય તેમ ન હતી. કારણકે આ વખતે તેની પાછળ એક મોટી રકમ  હતી જે રકમ વ્યાજે આવી હતી. જે સીધી ઘઁધામાં અસર કરશે. જે બાબતે રમેશને ભાન હતુ. હવે ભવિષ્યનો અંગ્રેજી એન્જીનીયર પોતાની જાતને કોઈ-પણ કાળે નિષ્ફળતાનો સ્વાદ ચાખવા  માંગતો ન હતો . જેથી તેણે બેંગ્લોર જતા પહેલા અંગ્રેજી પાકુ કરવાનું નક્કી કર્યું. જે માટા તેને અંગ્રજીના ક્લાસ શરૂ કર્યા. જો કે તેની પાસે માત્ર પંદર દિવસ બચ્યા હતાં ત્યાર બાદ તેને બેંગ્લોર માટે રવાના થવાનું હતું. જેથી તેણે પંદર દિવસમાં અંગ્રેજી શીખવનાર વ્યક્તિની મદદ માગી અને અને તેને એક વ્યક્તિ મળ્યો જે રમેશને માત્ર પંદર દિવસમાં અંગ્રેજી શીખવવા માટે તૈયાર થયો .હવે રમેશે અંગ્રેજી ક્લાસમાં નિયમિત જવાનું શરૂ કર્યુ  અને  માત્ર પંદર દિવસમાં સારૂ અંગ્રેજી શીખી ગયો .જેમ જેમે બેંગ્લોર  જવાના દિવસો નજીક આવતા ગયા તેમ તેમ એક નવી સમસ્યા ઉભી થઈ. અત્યાર સુધી રમેશ પોતાના જિલ્લાની બહાર ગયો ન હતો અને તેના પરિવારમાંથી પણ કોઈ મોટા શહેરનું જાણકાર કોઈ ન હતુ. તેથી પરિવારજનો અને રમેશને પણ બેંગ્લોર કેમ પહોચવું તે અંગે ચિંતા થવા લાગી હતી. તેવામાં રમેશના મોટા ભાઈને પિતરાઈ ભાઈ મનોજની યાદ આવી ગઈ.મનોજ છે્લ્લા ત્રણ વર્ષથી કલેક્ટરની પરીક્ષા માટેની તૈયારી કરી રહ્યો હતો. પરંતુ તેને સફળતા મળતી ન હતી. આમ તો મનોજ રમેશના પરિવારની નજરે ઘણો હોશિયાર છોકરો ગણવામાં આવતો હતો. જેથી રમેશના પરિવારજનોએ મનોજનો સહારો લેવાનું પસંદ કર્યુ .આ અંગે મનોજને વિસ્તારથી વાત કરવામાં આવી.અને અંતે મનોજ રમેશને છોડવા માટે બેંગ્લોર આવવા માટે તૈયાર થઈ ગયો. આમ રમેશ, મોટા ભાઈ અને મનોજ ની ત્રિપુટી બેંગ્લોર માટે નીકળી. મનોજની સલાહથી પ્રાઈવેટ ટ્રાવેલ્સ દ્રારા બેંગ્લોર જવાનું નક્કી કરવામાં આવ્યુ. મનોજ ટાઈમસર રમેશના ઘરે પહોંચી ગયો. સાંજે નીકળવાનો સમય  હતો. મનોજના પહોંચતાની સાથે રમેશના પરિવારે મનોજને પૈસાની બાબતે વિસ્તારથી વાત સમજાવી. રમેશના પપ્પાએ  મનોજને કહ્યું  તમારી પાસે રમેશની ફી પુરતા જ પૈસા હશે જેથી તમારે વધારાનો ખર્ચ જેમ બને તેમ ઓછો કરવાનો કરશે. મારા આ બન્ને છોકરા શહેર માટે  નવા છે .પરંતુ તુ હોશિયાર છે અને શહેરનો અનુભવી છે. જેથી મને ચિંતા થતી નથી. તુ સારી રીતે બધી વ્યવસ્થા કરી લઈશ તેની મને ખાતરી છે. જેથી હું તને વધારે કહેતો  નથી. બસ તુ ફક્ત પૈસાની બાબતે ધ્યાન રાખજે જેથી તમારે અધવચ્ચે પૈસાની ખેંચતાણ ન થાય. આત્મવિશ્વાસથી ભરેલા મનોજે કાકાને ચિંતા ન કરવા જણાવ્યું . અને છેવટે પરિવારજનોની ચિંતા ઓછી થઈ. સાંજના સમયે ત્રણેયની ત્રિપુટી બેંગ્લોર જવા માટે નીકળે છે. ઘર આંગણે રીક્ષા આવી ગઈ છે. રમેશ એક મોટી બેગ તૈયાર કરી છે. કોલેજના કહેવા પ્રમાણે બધોજ સામાન બેગમાં લઈ લીધો છે. આ પહેલો કિસ્સો હતોકે ગામમાંથી કોઈ છોકરો બેંગ્લોર ભણવા જઈ રહ્યો છે. એક તરફ રમેશના પરિવારમાંથી પણ તે પહેલો છોકરો હતો જે બીજા રાજ્યમાં અને તે વળી દેશના સારામાં સારા શહેર બેંગ્લોરમાં ભણવા જઈ રહ્યો છે. રમેશના જીવનમાં અચાનક આવેલા વાવાઝાડોએ તેને પરિવારથી વિખુટો પાડી દીધો છે. અને તરફ પરિવારનો ખોટો સિક્કો પહેલ વખત બજારમાં ચાલવા જઈ રહ્યો છે. આ ખોટો સિક્કો ચાલશે કે પાછો આવશે. તેની પણ ખાત્રી નથી. તેવો રમેશ આજે ઘરથી ઘણો દૂર જઈ રહ્યો છે. જેથી માની આંખોમાંથી આંસૂ નીકળી રહ્યાં છે . જોકે રમેશ કઠણ કાળજુ રાખીને વિદાય લેવાનું વિચારી રહ્યો છે. રમેશ રીક્ષામાં બેસી રહ્યો છે. અને જેવી રીક્ષાની કીક આવે છે તે સાથેજ રમેશના આખોમાંથી આંસૂ આવી જાય છે. માંની આંખમાંથી નીકળેલા આસૂ અને બાપની સ્થિર નજર સાથે રમેશે સવારી શરૂ કરી છે. રમેશ રીક્ષામાં શાંત છે. મનોજ ખુશ છે અને મોટાભાઈ ચિંતામાં  છે. મનોજ રીક્ષામાં ઘીરે-ઘીરે વાતાવરણ હળવુ કરી રહ્યો છે. અને તેવામાં જ્યાંથી ટ્રાવેલ્સ ઉપડવાની છે. તે જગ્યાએ રીક્ષા પહોંચી ગઈ છે. બસ હવે ટ્રાવેલ્સની આવવાની તૈયારીમાં છે. ટ્રાવેલ્સ મારફતે પહેલા પુણે અને ત્યાં બેંગ્લોર જવાની યોજના છે. જો શક્ય હોય તો મનોજ પુણે રાતનું રોકાણ કરવાનું નક્કી કરે છે. જેમા રમેશ અને મોટાભાઈ તૈયારી બતાવે છે. ટ્રાવેલ્સ સમયસર આવી ગઈ છે. રમેશના જીવનનો પ્રવાસ શરૂ થાય છે. ભવિષ્યનો અંગ્રજી ઈન્જીનીયર બેંગ્લોર માટે નીકળી ગયો છે. સાંભળવામાં અંગ્રેજી જેવુ નામ ઘરાવતા શહેરમાં રમેશ લડવા માટે મનથી તૈયાર છે. ભણતરમાં વારંવાર નિષ્ફળતા મેળવી ચૂકેલા રમેશ માટે આ કરો યા મરો જેવી સ્થિતી છે. રમેશ સખ્ત મહેનત કરી ઈન્જીનીયર બનવામાં કોઈ કચાસ રાખવા માંગતો નથી. તો શું ભુતકાળમાં કોલેજના ખોટા અનુભવોનું પુનરાવર્તન  બેંગ્લોરમાં થશે ? શું રમેશ બેંગ્લોરમાં ભણતરનો ભાર ઝીલશે ? શું આ સ્વપનાખેડૂ ગામડીયો છોકરો અંગ્રજીને હરાવશે. શું રમેશ અંગ્રેજી ઈન્જીનીયર બનશે ?

કોઈ થાય ડોક્ટર તો  કોઈ થાય ઈન્જીનીયર,

કોઈ થાય પાસ તો કોઈ થાય ફેઈલ

આપણે ન બનશું ડોક્ટર કે ઈન્જીનીયર, આ બધું બાજુએ મેક

આ તો માત્ર છે નસીબ ના ખેલ અને પૈસાની ઢેર,

તુ માણસાઈમાં ડોક્ટર બનજે તે છે  ઉપરવાળાની મહેર,

બાકી બધુ ભૂલી જાજો આ તો માત્ર  છે ઉપરવાળાના ખેલ

અક – 04 ( નવી દુનિયા )

 સતત બે રાત ની મુસાફરી કર્યા બાદ રમેશ અને તેના મોટાભાઈ મનોજ સાથે બેગ્લોરની ઘરતી ઉપર પગ મૂકે છે. રમેશે શહેર શબ્દ ઘણી વખત સાંભળ્યો હતો પરંતુ શહેર કેવુ દેખાય તેનો અનુભવ પહેલી વખત કર્યો હતો. વહેલી સવાર છે. રમેશની કોલેજ  બસ સ્ટેન્ડથી કેટલી દૂર છે તેની ખબર નથી..જેથી ત્રણેય મુંઝાઈ રહ્યાં છે.જોકે હોશિયાર મનોજ સાથે છે તેથી રમેશ અને તેના મોટાભાઈને શાંતિ છે. બસ સ્ટેન્ડની બહાર નીકળતા જ હોશિયાર મનોજ બન્ને ભાઈઓને હોટેલનો રૂમ લેવાનું જણાવે છે. હોટલનો રૂમ બુક કરાવાની વાત સાંભળીને બન્ને ભાઈઓના કાન ઉભા થઈ જાય છે. તેમને સમજાતું નથી કે મનોજ કેમ હોટલનો રૂમ બુક કરાવાની વાત કરતો હશે. હવે બેંગ્લોર આવી ગયું છે. અને હવે ફક્ત કોલેજ શોધીને રમેશને હોસ્ટેલમાં છોડી દેવાનો છે તો વહેલી સવારે પહેલા હોટેલનો રૂમ બુક કરીને ખોટો ખર્ચો કરવાની શું જરૂર છે. તે  મનોજનો નિર્ણય સમજાતો નથી. તો એક તરફ ચાલાક રમેશ હોટેલનો રૂમ બુક કરીને પહેલા સામાનનો બોજ અને પોત ફ્રેશ થવાની તૈયારીમાં પડ્યો છે. એક તરફ ખિસ્સામાં રૂપિયાનું વજન ઘણ ઓછું છે તેવામાં મનોજનો હોટલનો રૂમ બુક કરાવાનો નિર્ણય બન્ને ભાઈઓને સમજાતો  ન હતો. જોકે હોશિયાર રમેશ કોઈ ખોટો નિર્ણય ન લે તેમ વિચારી ને બન્ને ભાઈઓ મનોજના નિર્ણયને અંતિમ નિર્ણય ગણી લે છે .અને અંતે મનોજ રૂપિયા સાતસોમાં એક રૂમ ભાડે લે છે. હોટલના રૂમમા ત્રણેય જણ એક પછી એક તાજા થાય છે. હવે મનોજ સ્થાનિક લોકો સાથે પુછપરછ કરીને રમેશની કોલેજનો રસ્તો પુછી લાવે છે. જોકે રમેશની કોલેજ  બસ સ્ટેન્ડથી ઘણી દૂર છે. જેથી સ્પેશ્યલ ઓટોની જરૂર પડશે તેમ મનોજ જણાવે છે. ત્યારે રમેશ અને તેના મોટાભાઈ મનોજને સીટી બસમાં જવાની ઈચ્છા વ્યકત કરે છે. જોકે હોશિયાર મનોજ બન્ને ભાઈઓની પૈસાની મુંઝવણ ભુલી ગયો છે. તે તેના ગણિતમાં પડ્યો છે. તે પોતાના રિક્ષામાં જવાના નિર્ણય સાથે અડગ બની ગયો છે. જેથી આખરે બન્ને ભાઈઓ મજબૂરીમાં રિક્ષામાં જવા તૈયાર થઈ જાય છે. જોકે બન્ને ભાઈઓને સમજાઈ ગયું કે પૈસાની રેલમછેલમાં ઉછળેલા મનોજને બન્ને ભાઈઓની મજબૂરી સમજાઈ રહી નથી. મનોજને  જે કામથી લઈને આવ્યા હતાં તે કામ કરી રહ્યો ન હતો . જો આવી જ રીતે જો છૂટથી રૂપિયા વાપરવાની સ્થિતી હોય તો પછી મનોજને સાથે લાવવાની શું જરૂર હતી ? તેમ બન્ને ભાઈઓ મનોમન વિચારી રહ્યાં હતાં. તેમ છંતા હવે મનોજ મજબૂરી બની ગયો હતો. જેથી તેના નિર્ણયનો સ્વીકાર કર્યા સિવાય અન્ય કોઈ ઉકેલ ન હતો. આખરે રમેશની કોલેજ આવી ગઈ હતી. મુખ્ય દરવાજા એક ખુણા રમેશની કોલેજ છે.  દેખાવમાં બહારની નાની લાગતી કોલેજ અંદર પણ ઘણી નાની છે તે જોઈ રમેશ મુંઝાઈ રહ્યો છે. હજારો કિલોમીટરનું અંતર કાપ્યા પછી કોલેજ પંસદ નથી તેમ કહેવાની મોટભાઈ દુખી થશે તેમ વિચારીને રમેશ ચૂપ છે. ખોટી રીતે હસવાની કોશિશ કરી રહ્યો છે. કોલેજમાં રમેશ જેવા ઘણા છોકરા હતાં. જેમનો પહેલો દિવસ હતો. જે પોતાની ફી ભરી રહ્યાં હતાં .જેમની સાથે  રમેશ  પોતાની ફી ભરી દે છે અને અંતે ફી ભરવાની સાથે  રમેશને કોલેજની હોસ્ટેલમાં જગ્યા મળી જાય છે. રમેશને મોટાભાઈ અને મનોજ હોસ્ટેલ સુધી મુકવા માટે જાય છે. હોસ્ટેલમાં રમેશ માત્ર એકલો છે.  આખી હોસ્ટેલ ખાલી છે. તેવામાં રમેશ વધુ ચિંતામાં મુકાઈ જાય છે. તે શું એક માત્ર બહારથી આવેલો વિધાર્થી છે ? તેવા પ્રશ્નો રમેશના મગજમાં ફરી રહ્યાં છે. તેવામાં મનોજ રમેશને મુકીને હોટલના રૂમમાં પાછા જવાની વાત કરે છે. ત્યારે મોટાભાઈની આંખ ભીંજાઈ જાય છે. વર્ષોથી એક સાથે રહેતા બન્ને ભાઈઓ માટે આ પહેલી ક્ષણ હતી કે જ્યારે બન્ને ભાઈઓ એક બીજાથી હજારો કિલોમીટર દૂર રહેશે. એક તરફ રમેશને પુરતી સુવિધા નથી કોલેજ ઘાર્યા કરતા ઘણી નાની છે. હોસ્ટેલમાં રમેશ સિવાય અન્ય કોઈ વિધાર્થી નથી. તેવામાં રમેશને એકલો મુકવો કેટલો યોગ્ય છે. તે મોટાભાઈને સમજાતું નથી. અને બીજી તરફ એક રાતથી વધારે રોકાણ મોટાભાઈને પોશાય તેમ નથી. તેવામાં મોટાભાઈ  રમેશને મૂકીને મનોજ સાથે પાછા જવાની તૈયારી બતાવે છે. ત્યારે રમેશ પણ કઠણ કાળજુ રાખીને ભાઈને વિદાય લેવાની સલાહ આપે છે. રમેશ પોતાના મોટાભાઈને હોસ્ટેલની બહાર મુકવા જાય છે .મનોજ રિક્ષાને બોલાવે છે. બન્ને ભાઈઓ એકબીજને જોઈ રહ્યાં છે. મોટાભાઈના પગ રિક્ષામાં બેસવા માટે ઉપડતા નથી તો બીજી તરફ મનોજ રિક્ષામાં બેસીને હોટલમાં પાછા જવાની ઉતાવળમાં છે. અને આખરે મોટાભાઈ રીક્ષામાં બેસે છે અને બીજી તરફ રીક્ષાની બહાર  રમેશ પોતાની આંખના આંસુ રોકીને ભાઈને વિદાય આપવા ઉભો છે. રિક્ષા પડતાની સાથે બન્ને ભાઈઓ એક બીજાથી અલગ થઈ જશે. તે વિચાર રમેશના કાળજાને નબળું બનાવી રહ્યો છે. તેવામાં રમેશ પોતાની કઠણ બતાવાની કોશિશ કરી રહ્યો  છે. રિક્ષાની કિક મારતાની સાથે ઘડ-ઘડ અવાજ સાથે  રિક્ષા ચાલુ થઈ જાય છે. અને બીજી ક્ષણમાં ભાઈઓ અલગ થઈ જાય છે.તે સાથે જ ત્રીજી ક્ષણમાં  રમેશની આંખમાંથી અશ્રુ વર્ષા શરૂ થઈ જાય  છે. રમેશ પોતાની ભીની આંખોની સાથે હોસ્ટેલના રૂમમાં પાછો જઈ રહ્યો છે. રમેશ માટે  આ એક એવો ક્ષણ છે જ્યારે તેને સમજાય છેકે તેની પાસે માત્ર શરીર છે જ્યારે મન અને આત્મા રીક્ષામાં ચાલ્યાં ગયા છે. આ ખાલીપણુ કેમ પુરાશે ? . શું બેગ્લોરમાં સપના સાકાર થશે. ?

બાળપણના ભાગલા પડ્યાં,

એક ભાઈ બીજા ભાઈથી વિખુટો પડ્યો.

જ્યારે ભણતર સાથે લગ્ન કર્યું ,

ત્યારે  ભાઈ સાથે  છૂટાછેટા થયા.

વર્ષો પછી એક જ માંના બે ર્હદય,

ભણતરના નામે  અલગ થયાં.

જીવનના ચણતર માટે,

એક ભાઈ બીજા ભાઈથી  હણાયો.

અંક – 05 ( પહેલો દિવસ )

 બપોર પછી સાંજના સમય સુધી હોસ્ટેલમાં કેટલાય વિધાર્થીઓ આવી ગયા હતાં. હોસ્ટેલમાં ભારતના દર્શન થઈ રહ્યાં હતા. ભારતના અનેક રાજ્યોમાંથી છોકરો અભ્યાસ માટે આવ્યાં હતાં. દરેકની ભાષા અને મનોવ્યથા એકબીજાથી ઘણી અલગ હતી.તેવામાં રમેશ દરેકનું ધ્યાનથી નિરીક્ષણ કરી રહ્યો હતો. સૌ કોઈ એકબીજાને ઓળખવાની કોશિશ કરી રહ્યાં હતા. તેવામાં રમેશ સાથે કેટલાય ગુજરાતી છોકરાઓનો ભેટો થઈ ગયો. હોસ્ટેલમાં રમેશ  જેવા કુલ સાત ગુજરાતી વિધાર્થીઓ હતાં. તે જાણી રમેશને ઘણો આનંદ થયો. તેને લાગતું હતું કે કદાચ તે એકમાત્ર ગુજરાતી છે જે  હોસ્ટેલમાં છે પરંતુ અન્ય ગુજરાતી વિધાર્થીઓનો સાથ મળતા તેને થોડી નિરાંત થઈ હતી. જોકે રમેશને કોલેજની નાની બિલ્ડીંગ જોઈને નિરાશ થઈ ગયો હતો પરંતુ હોસ્ટેલમાં વિવિધ પ્રાંતના વિધાર્થીઓ જોઈને ઘણો આનંદમાં આવી ગયો હતો. રમેશ માટે હોસ્ટેલ એક એવી જગ્યા બની ગઈ જ્યાં રમેશને સમગ્ર ભારતના દર્શન થઈ ગયા હતાં. રમેશ બીજા રાજ્યના છોકરોઓ અને તેમની રીતભાત જોઈને વિચારમાં પડી ગયો. જેમ ગુજરાતમાં દરેક ઠેકાણે અલગ પ્રકારે  ગુજરાતી બોલાય છે. તેમ રાષ્ટ્રીય ભાષા હિન્દી પણ દરેક રાજ્યના લોકો અલગ  રીતે બોલે છે. તેમા વળી  જ્યારે કોઈ બંગાળી હિન્દી બોલે ત્યારે તેને ઘણી મજા આવતી હતી. જ્યારે સાઉથ ઈન્ડિયન છોકરો હિન્દી બોલવામાં ગુંચવાઈ જાય ત્યારે તેને આશ્ચર્ય થાય  કે આ ભારતનો છંતા હિન્દી બોલવામાં આટલી બધી ભુલો કેમ કરતો હશે. શું સાઉથ ઈન્ડિયન લોકો હિન્દી ભણતા નથી. જોકે જેમ જેમ સમય જશે તેમ ખબર પડી જશે તેમ વિચારી આ બાબતે લાબો વિચાર ન કર્યો. પરંતુ હાલ તો તેનો ઈરાદો પોતાના ગુજરાતી વિધાર્થીઓ સાથે મનમેળ કરવાનો હતો.

રાત્રિ પહેલા રમેશના ગુજરાતી મિત્રો બની ગયા હતાં. જેમાં મહેશ અને પ્રિતેશ તેને ઘણા પસંદ પડ્યાં હતાં. રમેશે મનોમન પ્રિતેશ અથવા મહેશ સાથે રુમમાં રહેવાનું નક્કી કર્યું હતું. મહેશ મુળ તો અલંકનો હતો અને પ્રિતેશ પ્રાંતિજનો હતો. જોકે મહેશ અને પ્રિતેશનો પરિવાર સુખી સંપન્ન હતો. પરંતુ તેમના વ્યવહાર અને વર્તનમાં ઘણી વિશાળતા હતી. જેથી રમેશને આ બન્ને સાથે લાગણી બંધાઈ ગઈ હતી. જોકે રમેશ માટે અહીં ગુજરાતીની ચિંતા મટી ગઈ હતી. કેમકે બેંગ્લોરમાં હિન્દીનું રાજ હતું. જોકે રમેશ બેગ્લોર આવ્યો તે પહેલા તેને ઈંગ્લિસ શીખવા માટે પ્રાઈવેટ ક્લાસ કર્યા હતા. જેથી અંગ્રેજી બોલવામાં અને સમજવામાં મુશ્કેલી પડે તેમ રમેશને  લાગતું ન હતું. જેથી રમેશ હિન્દી કરતાં પોતાની તુટેલી ફુટેલી અંગ્રેજીમાં વાતો કરતો હતો. જોકે બંધા એકજ માળાના મણકા હતાં. જેથી આ મણકો બધા સાથે ભળી ગયો હતો. અને અંતે સાંજે રમેશને પ્રાંતિજના પ્રિતેશ સાથે રુમ મળી ગયો. જેથી રમેશને નિરાંત થઈ. હવે હોસ્ટેલમાં સૌ કોઈને પોત પોતાના રુમ મળી ગયા હતા. તેની સાથે જ હોસ્ટેલમાં બેસતા વર્ષ જેવું વાતાવરણ બની ગયું . દરેક જણ પોતા પોતાના પાડોશીની ઓળખાણમાં લાગી ગયું હતું. જાણે સમગ્ર ભારતમાં ખુશી લહેર છવાઈ ગઈ હોય.જાણે ભારતાના સમગ્ર રાજ્ય પોત પોતાના ધર્મ,જાતિ,રાજનીતિ ભુલી જઈને એક તારે બંધાઈ ગયું હોય તેવું રમણીય વાતાવરણ છવાઈ ગયું હતું. જાણે ખરેખર ભારત હોસ્ટેલમાં વસે છે. તેવી લાગણી રમેશને થવા લાગી હતી. જેમ જેમ ચંદ્રમાંની ચાદની પથરાતી ગઈ તેમ ભુખનો ખાડો વધી રહ્યો હતો. જેથી રમેશ પોતાના ગુજરાતી મિત્રો સાથે ભોજનાલયમાં ગયો. ભોજનાલયની હાલત દયનીય હતી. ગોળ ગોળ ટેબલોની ફરતે ચાર ચાર ખુરશીઓ  ગોઠવેલી હતી. હોસ્ટલના ભોયતળિયામાં ભોજનાલય હતું. જેથી વાતાવરણ ઘણું તંગ લાગી રહ્યું હતું. જાણે દરેક રાજ્યે પોત પોતાનું ટેબલ બુક કરી દીધું હોય તેવું વાતાવરણ સર્જાયું હતું. જેથી રમેશ પોતાના ગુજરાતી ભાઈઓ સાથે એક ટેબલ ઉપર ગોઠવાઈ ગયો . જમવામાં રોટીને કોઈ સ્થાન ન હતું. જમવામાં માત્ર ભાત અને ભાત અને સાથે પાણી જેવી દાળ. અને એક સોના જેવુ ફ્રાય બોઈલ ઈંડુ. આ કેવા પ્રકારનું જમવાનું , આ તો કાંઈ જમાતું હશે, ગુજરાતીઓ માટે અલગ હશે, આ તો બંગાળી જમવાનું હશે. જેવી વિચારણા ગુજરાતીઓ વચ્ચે થવા લાગી. તેવામાં રમેશની નજર માત્ર બંગાળી લોકો ઉપર જ ટકી રહી હતી. તેમની જમવાની સ્ટાઈલ ઘણી વિચિત્ર લાગી. બંગાળી લોકો ભાતનો કોળીયો લેવાની જગ્યાએ મુઠી ભરીને ખાતા હતાં. તે જોઈને ઘણું આશ્ચર્ચ લાગ્યું. અહીં જમવામાં પણ વિવિધતા જોઈને લાગ્યું કે ખરેખર ભારતનું એક રાજ્ય બીજા રાજ્યથી ઘણું અલગ છે. ભારતમાં વિવિધતા અનેક છે. તે તેને માત્ર સાભળ્યું હતું, પરંતુ આજે તેનો અનુભવ રમેશને થયો હતો. જોકે રમેશે આ વિવિધતા સહર્ષ સ્વીકારી લીધી હતી. રમેશે મનોમન નક્કી કર્યુ હતુ કે જમવામાં જે કંઈ હશે તે પ્રેમ પુર્વક તેનો સ્વીકાર કરશે. તેને ખબર હતી કે માત્ર સાત ગુજરાતીઓ માટે ગુજરાતી જમણ મળવું ઘણું મુશ્કેલ છે. જ્યાં કોલેજમાં બંગાળીની સંખ્યા વધારે છે ત્યાં ગુજરાતી જમણ શક્ય નથી. તે જાણતો હતો. પરંતુ સુખી સંપન્ન અન્ય ગુજરાતી છોકરાઓ કોઈ કાળે માત્ર ભાત ખાઈને શાંત બેસવાના મુડમાં ન હતા. જેથી તેમણે ગુજરાતી થાળી મળે તેવી રજુઆત કરી પરંતુ તે શક્ય નથી તેમ ભોજનાલયમાંથી જવાબ મળતા શાકાહારી ગુજરાતીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતાં. અને અંતે ગુજરાતીઓ જેમ તેમ  કરીને ભાત  અને દાળ ખાઈને ઉભા થયાં.

         હોસ્ટેલની દુનિયા છે ગજબની,

         જ્યાં એકનું દુખ અનેક નું દુખ,

         જ્યાં એકનું સુખ અનેકનું સુખ,

         જ્યાં એક તારે પરોવાય છે ભારત,

        જ્યાં એક રંગે રંગાય છે ભારત,

        જ્યાં અનેક દેવી દેવતાઓ મટીને,

       એક કુંડમાં હોમાય છે  ભારત,

       જ્યાં પરિશ્રમથી ઘડાય છે ભારત,

      જ્યાં  ભેદભાવ ભુલી વિકાસથી રંગાય છે ભારત.

અંક 06 (  નામ મોટા દર્શન છોટા )

      સૂરજ દાદાના સોનેરી પ્રકાશ સાથે બેગ્લોરમાં રમેશના દિવસની શરૂઆત થઈ ગઈ. આ સાથે રમેશનો કોલેજ જવાનો પહેલો દિવસ હતો. તે સાથે હોસ્ટેલમાં સૌ કોઈ વિધાર્થીઓમાં અનેરી ચમક હતી. દૂર દૂરથી છોકરોઓ બેંગ્લોરમાં ભણવા આવ્યા હતાં. સૌ કોઈ બ્રેક ફાસ્ટ કરીને કોલેજ જવાના રંગમાં હતાં. રમેશની સાથે મહેશ અને પ્રિતેશ એક જ ક્લાસમાં હતાં. જેથી ત્રણેયની ત્રિપુટી એક સાથે જવાનું નક્કી કરે છે. જોકે હોસ્ટેલથી કોલેજ સુધીનું અંતર ઘણું સામાન્ય હતું. જેથી કોઈ વાહનની જરૂર ન હતી. સવારનો નાસ્તો કર્યા પછી રમેશ પોતાના ગુજરાતી મિત્રો સાથે કોલેજ માટે નીકળે છે. રમેશ નવા બુટ પહેરીને કોલેજની શરૂઆત કરી છે. રમેશના કપડા એકદમ સાફ અને ચમકદાર દેખાઈ રહ્યાં છે. જ્યારે પ્રિતેશ અને મહેશ જીન્સ પેન્ટ અને ટી શર્ટમાં ફિલ્મી હિરોની જેમ ચમકી રહ્યાં છે. જોકે રમેશ પાસે જીન્સ અને ટી શર્ટ ન હતાં. પરંતુ ફોર્મલ કપડાં અને નવા બુટમાં રમેશ  પણ જીતેન્દ્રથી કંઈ કમ દેખાતો ન હતો. હોસ્ટેલથી કોલેજ સુધીની અંતર માં રમેશ ભુતકાળના કેટલાંક અંશો યાદ આવી જાય છે. પોતે આજે  ગામથી કેટલાય કિલોમીટર દૂર છે. ગામમાં મોટો ભાઈ અને પરિવારના સભ્યો  શું કરત હશે. તેઓ કોઈ મુશ્કેલીમાં તો નહીં હોય ? શું તેનો બેંગ્લોર આવવાનો નિર્ણય ખોટો છે ? ઘરની પરિસ્થિતી ખરાબ હોવા છંતા ભાઈ અને પપ્પાએ મને બેંગ્લોર મુક્યો છે. તો પૈસાની વ્યવસ્થા કેમ થશે ? હું મહેશ અને પ્રિતેશ કરતા ઘણો મોટો છું. મહેશ અને પ્રિતેશ મારા કરતા ઉમરમાં બે વર્ષ નાના છે. જ્યારે બાર સાયન્સ પછી મારા બે વર્ષ બગડ્યાં છે અને પછી હુ આ લોકો સાથે ભણવા આવ્યો છું. જ્યારે આ લોકોને મારી જન્મ તારીખ ખબર પડશે ત્યારે શું આ મિત્રો મારો મજાક ઉડાવશે ? આ લોકો પૈસે ટકે ઘણા સુખી છે. વાત વાતમાં વગર વિચારે પૈસા કાઢવામાં સક્ષમ છે. શું આ લોકો મને તેમની સાથે ભળવા દેશે.  પરંતુ પ્રિતેશ અને મહેશ પૈસે ટેક સુખી છે પરંતુ તેઓ ઘણા ઉદાર છે. મારી મુશ્કેલીને સમજશે તે વિશ્વાસ સાથે રમેશ પોતાના આ નવા મિત્રો મહેશ અને પ્રિતેશ સાથે પગથી પગ મિલાવીને ચાલી રહ્યો છે. 

    હોસ્ટેલથી ચાલવાની શરૂઆત કરવાની સાથે માત્ર ગણતરીની જ મિનીટો કોલેજ આવી જાય છે. મેનઈ રોડ ઉપર ખૂણામાં આવેલી કોલેજની બહાર કેટલાય છોકરો ઉભા છે. જે ટગર ટગર કોલેજમાં નવા છોકરાઓને ઘારી ઘારીને જોઈ રહ્યાં છે. જેમના હાવભાવથી લાગી રહ્યું છેકે આ કોલેજના સિનીયર છોકરાઓ છે. પરંતુ કેમ આ રીતે જોઈ રહ્યાં હશે. તે રમેશને સમજાતું ન હતું .  એક તરફ સિનીયર છોકરોઓની ટોળકી અને બીજી તરફ કોલેજનો મુખ્ય પ્રવેશ દ્રાર હતો. હોશિયાર ગુજરાતીઓ કંઈ બોલ્યા ચાલ્યા વિના શાંતિથી કોલેજની બિલ્ડીંગમાં જતા રહ્યાં. તેઓને ખબર પડી ગઈ હતી કે સિનીયર છોકરોઓના ઈરાદા કઈં સારા નથી. અને હવે કદાચ રેંગિગવાળી રાણીનો સામનો કરવાની વારી આવવની છે. અત્યાર સુધી તો બસ રેંગિગનું નામ સાભળ્યું હતુ પરંતુ હવે થોડાક જ દિવસોમાં સામનો પડશે તે વાતે રમેશ ચિંતા કરતાં રોમાંચીત વધારે દેખાઈ રહ્યો હતો. કોલેજના દરેક ખુણા અને ક્લાસમાં જ્યાં જોઈએ ત્યાં ફક્ત છોકરોઓ જ છોકરાઓ છે. છોકરીઓ નજર ફેરવતા પણ દેખાતી નથી. તે જોઈને મહેશ અને પ્રિતેશ એક સાથે બોલ્યા અલ્યા પૈસા પડી ગયા. આપણે છેતરાઈ ગયાં. કોલેજમાં છોકરોઓ જ નથી. તો પછી ભણવાનું  શુ ?જ્યારે રમેશ કોલેજ નાની છે. તેની ચિંતામાં હતો. કોલેજના પહેલા દિવસે ઈન્ટ્રોક્શન ક્લાસ થવાની તૈયારી હતી. જેથી ત્રણેય ત્રિપુટી એક સાથે ક્લાસમાં ગોઠવાઈ ગઈ છે. દરેકની નજર ક્લાસના મુખ્ય દ્વાર પર છે. તેવામાં ક્લાસની બહાર આવેલી લોબીમાંથી છન છન અવાજ આવી રહ્યો છે. ચોક્કસ કોઈ કન્યા આવી રહી છે. તે વિશ્વાસ સાથે છોકરોઓની નજર ટગર ટગર દરવાજા ઉપર ચોટી ગઈ છે. તેવામાં ક્લાસમાં પ્રવેશતાની સાથે ગુડ મોર્નીંગ સાથે મેડમનો પ્રવેશ થાય છે. મેડમે કપાળમાં સાઉથ ઈન્ડિયન સ્ટાઈલમાં તિલક કર્યું છે. રંગે ગોરા છે. અવાજે પાતળા છે. પરંતુ કમનીસબ છોકરોઓના મેડમ છે. તે સાથે બંધા છોકરાઓના ફુગ્ગામાંથી હવા નિકળી ગઈ છે. જેમ તેમ કરીને ક્લાસ પુરો થાય છે. વિધાર્થીઓ ચિંતામાં  મુકાઈ ગયાં છે. તેમના સ્વપના રોડાઈ ગયા છે. એક બેંગ્લોરમાં ભણવા માટે મસ્ત મોટી ફી આપી છે. તેમ છંતા કોલેજના નામે કશું જ નથી. હવે શું કરવું તે વાતે મહેશ અને પ્રિતેશ મુઝાઈ ગયા છે. જો કે રમેશના મતે કોલેજ નાની છે પણ અભ્યાસમાં કોલેજ કેવી છે તે બાબતે વધુ ધ્યાન આપવાની જરૂર છે. હોય શકે કે કોલેજ નાની છે પણ અભ્યાસમાં ઘણી આગળ હોય . આપણે અહીં અભ્યાસ માટે આવ્યા છીએ. અને આ કોલેજમાં અંગ્રેજીમાં ભણવાનું મળશે. અલ્યા, મહેશ અને પ્રિતેશ તે જોયું નહીં. મેડમ, કેવુ ફટફડાટ અંગ્રેજી બોલતા હતાં. આપણા ગુજરાતની કોઈ કોલેજમાં શિક્ષકો આ રીતે ફડફડાટ અંગ્રેજી બોલે છે. તમે વિચાર કરો આપણે ત્રણ વર્ષમાં અંગ્રેજી બોલતા થઈ જઈશું. આપણે અહીં ભણવા માટે આવ્યા છીએ. બાકી ગુજરાતમાં મોટી કોલેજોની ક્યાં ખોટ છે. પરંતુ ત્યાંની કોલેજમાં અંગ્રેજીના નામે ઘબરડો છે તે ક્યાં આપણે જાણતા નથી. આ પ્રકારની વાતો સાથે કિસ્મતનો માર્યો  રમેશ પોતાના  રંગીલા ગુજરાતી મિત્રોને સમજાવાની કોશિશ કરી રહ્યો છે.

કોલેજમાં મળશે ભણતર સાથે રંગત મફત

તે વિશ્વાસ સાથે કોલેજમાં ચઢતું યૌવન

ભણતર સાથે રંગતની મજા છે અનેરી

મફતની રંગતમાં ચણતર અટવાતું

કોઈ પણ કાળે રંગતની આ મજામાં

ભલેને  પછી આ ભણતર હણાતું

આપણે કરવી છે મજા મફતમાં

ભણતરના નામે ચરી ખાતા આ જવાનીયા

યૌવનના આ રંગમાં કશું મફત ન છોડતા

ભલેને પછી આખુંય જીવન મફતમાં ઘસાતુ   

અંક 07 ( રેગિંગની રાત )

રાતનો સમય છે. હોસ્ટેલમાં છોકરોઓ રાત્રિનું ભોજન પતાવીને આરામથી પોત પોતાના રૂમમાં બેઠા છે. કોલેજનો પહેલો દિવસ હતો. કોલેજ ઘણી નાની છે. વ્યવસ્થા પુરતી નથી. કોલેજ કરતાં હોસ્ટલે સારી છે. હોસ્ટેલમાં કોલેજ કરતાં વધારે મજા આવે છે. જેવી વાતો ઉપર દરેક રૂમમાં છોકરો ચર્ચા કરી રહ્યાં છે. ભણવાનું કેવું હશે. ઘરે વડીલો આપણી મોટી આશા રાખીને બેઠા  છે. આપણે બેગ્લોરમાં ભણવા માટે આવ્યાં તે ગૌરવની વાત છે. પરંતુ સાચી હકીકત શું છે તે આપણને ખબર છે. આપણા શહેરમાં બાલમંદિર પણ આપણી કોલેજ કરતાં મોટો છે, તેમાં વળી લાખો રૂપિયાની ફી ભરીને ઇન્જિનીયરીંગ ડિપ્લોમાં કરવા આપણે  બેંગ્લોરમાં આવ્યા તેવી આપણી મુર્ખાઈની વાત કોઈને ન થાય. આ હકીકત હમેશા માટે  ગુપ્ત રાખવી પડશે તે સત્ય સાથે સૌ કોઈ બેંગ્લોરમાં ભણવા તૈયાર દેખાઈ રહ્યું છે. રમેશ મનોમન નક્કી કરી લે છે જે કંઈ હોય પણ પોત ભણવામાં કોઈ કચાશ નહી રાખે તે વચન સાથે બેગ્લોરમાં ભણશે. અને રોજ પોતાનો વિકાસ કેટલો થયો તેનું ધ્યાન રાખશે. તેને વારંવાર કાનમાં પોતે ગામડિયો હોવાના શબ્દો ગુંજી રહ્યાં હતા. નડીયાદની કોલેજમાં જે તેનું અપમાન થયું હતું. તે વાત હજૂ સુધી  તેને ભુલાઈ ન હતી . તે પોતે ભાષા પ્રત્યે વધુ ધ્યાન આપવાનું નક્કી કરે છે. તે ગુજરાતી સાથે અંગ્રેજી અને હિન્દી સુધારવાનું નક્કી કરે છે. અને તે સાથે તેની ઉપર કામનો દ્રઢ નિર્ણય કરે છે. તે નક્કી કરે છે કે તે મોટેભાગે દરેક સાથે અંગ્રેજી અને હિન્દીમાં  વાત કરવાનો આગ્રહ રાખશે. આટલી બધી ફી આપવાની છે તો પછી બેગ્લોરમાં જો આપણો આંતરીક વિકાસ ન થાય તો તેના ભણતરનું કોઈ મહત્વ નથી .તે વિચાર સાથે તે ઘણો મકક્મ બને છે. તે વિચારો સાથે રમેશ ઉંધી જાય છે. રાતના બારના ટકોરે  અચાનક હોસ્ટેલમાં દોડાદોડ શરૂ થઈ જાય છે. લોકો હોસ્ટેલના ટેરેસ્ટ ઉપર ભાગી રહ્યાં છે. રમેશ અડધી ઉંધમાં છે. એક તરફ પ્રિતેશ ગાઢ નિદ્રામાં છે. બાજુમાં મહેશ જાગે છે પરંતુ મહેશ રમેશને રૂમ બંધ કરીને બેસી રહેવાની સલાહ આપી રહ્યો છે. હોસ્ટેલમાં સિનીયર આવ્યા છે. તેઓ બંધાને ટેરેસ્ટ ઉપર બોલાવી રહ્યાં છે. જેથી બંગાળી લોકો ટેરેસ્ટ ઉપર જઈ રહ્યાં છે. પરંતુ કોઈ ગુજરાતી છોકરો ટેરેસ્ટ ઉપર નહીં જાય તે ગુજરાતી લોકોએ નક્કી કર્યુ છે. જેથી રમેશ તુ પ્રિતેશ સાથે રૂમમાં બેસી રહે તેવો નિર્દેશ મહેશ કરે છે. જેથી રમેશ મહેશના કહ્યાં પ્રમાણે રૂમમાં જતો રહે છે. પ્રિતેશને નિદ્રામાં ઉઠાડીને બધી વાત કરે છે. જોકે મસ્તમોલા પ્રિતેશ સમજી જાય છે કે સિનીયર રેંગિગના મૂડમાં આવ્યા છે. જેથી તે ફટાફટ રૂમના બાથરૂમમાં ધુસી જાય છે. એક તરફ હોસ્ટેલના ટેરેસ્ટ ઉપરની અજબ ગજબનો અવાજ આવી રહ્યો છે. ટેરેસ્ટના ધાબા ઉપરથી દોડવાનો અવાજ આવી રહ્યો છે. રમેશને સમજાતું નથી કે સિનીયર શું કરવા માગે છે. ગુજરાતી લોકો ટેરેસ્ટ ઉપર ગયા નથી જેથી સિનીયર ચોક્કસ ગુસ્સો કરશે તે વાતથી થોડો ચિંતામાં છે. પરંતુ ગુજરાતી મિત્રોના નિર્ણયને માન આપવું ઘણુ જરૂરી છે. જેથી તે પ્રિતેશ સાથે રૂમમાં જ સિનીયર આવે તેની રાહ જોઈ રહ્યો છે. તેવામાં દરવાજા ખોલો તેવો અવાજ આવે છે. જોર જોરથી દરવાજાને ઠોકતા સિનીયર દરવાજા ખોલો દરવાજા ખોલોનો નાદ કરી રહ્યા છે. અને અંતે રમેશ તેને કંઈ ખબર નથી તે પ્રકારે દરવાજો ખોલે છે. સિનીયર ફટકાર આપતો હોય તેમ રમેશને કહે છે ક્યું ભાઈ ટેરેસ્ટ  પે નહીં આયા.  ચલ હમ હી આ ગયે ..કીતને લોગ હૈ…ચલ ઈન્ટ્રોડક્શન દે… એક તરફ રમેશ એકલો  ઉભો છે. બીજી તરફ ત્રણ બંગાળી સિનીયર છોકરા તેના પલંગ ઉપર બેઠા છે. અને પ્રિતેશ બાથરૂમમાં સંતાયા છે. રમેશ સિનીયરના હુકમની સાથે ઓળખાણ આપવા તૈયાર થાય છે. તે સાથે એક સિનીયરની નજર પ્રિતેશના બેડ ઉપર પડે છે. પ્રિતેશના બેડ ઉપર એક મેગેઝીન પડેલુ છે. જેથી બીજો છોકરો રૂમમાં છુપાય હોવાની ગંધ આવી જાય છે. જેથી ખાત્રી કરવા માટે રૂમની ચકાસણી કરે છે. તેમાં ચાલાક પ્રિતેશ બાથરૂમમાંથી મળી જાય છે. પ્રિતેશને બાથરૂમમાં છુપાયેલો જોઈ સિનીયરો ગુસ્સે થઈ જાય છે. સિનીયરો રમેશને છોડીને પ્રિતેશની પાછળ પડી જાય છે. તેવામાં એક મોટી ચરબી વાળો સિનીયર બિયરની ખાલી બોટલ સાથે રૂમમાં આવી જાય છે. અને પ્રિતેશને બીયરની બોટલ ઉપર બાથરૂમમાં બેસીને મેગેઝીન વાચવા જણાવે છે. જોકે બાપળો પ્રિતેશ ના કહી શકે તેવી હાલતમાં નથી. રંગે હાથે પકડાયેલો બાહ્મણ પ્રિતેશ બીયરની બોટલ સાથે બાથરૂમમાં જવા તૈયાર થાય છે. એક તરફ હોસ્ટેલનું વાતાવરણ તંગ બની ગયું છે. કોઈ બાથરૂમમાં બેસીને મેગેઝીન વાચે છે. કોઈ રાતના બાર વાગ્યે સવારનું બ્રશ કરી રહ્યું છે. કોઈ પોતાની જાતની વારંવાર ઓળખાણ આપી  રહ્યું છે. કોઈ બિયરની બોટલ ઉપર બેસીને કસરત કરી રહ્યું છે. તો કોઈ આમ તેમ છુપાઈ રહ્યું છે. અને અંતે એક ગુજરાતી જાગ્યો. તેને સિનીયરો સામે અવાજ ઉઠાવ્યો .રાજકોટથી આવેલા મોહને રેગિંગનો વિરોધ કર્યો તેને સિનીયરોને હોસ્ટેલથી ચાલ્યાં જવાની હિંસાત્મક ચેતવણી આપી જોકે બંગાળી સિનીયર્સ  હિંસામાં ઉતરવા માંગતા ન હતાં .જેથી ગુ  મોહનની ધમકીથી ડરી જઈને બંગાળી સિનીયર ભાગી ગયા. આ ઘટના બાદ ગુજરાતીઓમાં મોહનનો પ્રભાવ પડી ગયો. આખી હોસ્ટેલમાં મોહનના પરાક્રમના વખાણ થવા લાગ્યા. આમ તો ગુજરાત અહિંસામાં માને છે તે સૌ કોઈ જાણે છે પરંતુ આજની આ હોસ્ટેલની રાતમાં એક ગુજરાતી છોકરાની હિંસાની ભાવનાએ બંગાળી સિનીયર્સને  ડરાવી દીધાં. જોકે મોહનને જોઈ લેવાની ધમકી સિનીયર્સ આપતાં ગયા પરંતુ મોહન કઈંક અલગ માટીથી બનેલો હતો. આ ધમકીની અસર તેના ઉપર જણાઈ ન હતી.  રમેશ આ બાબતે ચુપ હતો. તે હજુ સુધી નક્કી કરી શક્યો ન હતો કે શુ રેંગિગ માનસિક બિમારી છે કે પછી બે પળની મજા. આજે હું જુનીયર છું મારી ઉપર રેંગિગ થઈ રહ્યું છે જેથી તેનો વિરોધ કરી રહ્યો છે. પરંતુ હું વર્ષ પછી સિનીયર બન્યા પછી શું હું રેંગિગનો વિરોધ કરવાનો છું ?

કોલેજની એ  પહેલી રાત

જ્યારે જામે છે જુના નવાનો જંગ

એક જ માટીના બે સંતાનો

લડે છે અસ્તિત્વ માટેની જંગ

એક દબાવે છે બીજો રડે છે

વર્ષ પછી બીજો દબાવે છે

અને અંતે ત્રીજો રડે છે

દર વર્ષે બદલાય છે માત્ર ચહેરા

કોઈ જગ્યાએ ખુલ્લેઆમ તો કોઈ જગ્યાએ શાંત,

શું આમ જ લડશે એક જ માટીમાંથી રમકડાં

વર્ષોથી ચાલી રહેલી આ દબાવાની  લડાઈ

શું વર્ષોવર્ષ ચાલતી રહેશે નિરંતર.

એક ભાઈ બીજા ભાઈને ક્યારે સમજશે

માતાથી વિખુટા પડેલા આ બન્ને રમકડાં

પ્રેમના પાઠને ક્યારે સમજશે

અંક 08 ( મોબાઈલની ફેશન )

મોબાઈલની નવી નવી ફેશન હતી. હોસ્ટેલમાં રમેશ સાથે ભણતા કેરાલાના પ્રતાપ સાથે નોકિયોનો બ્લેક એન્ડ વાઈટ મોટો મોબાઈલ હેન્ડસેટ હતો. જે રમેશને ગમતો હતો. આખી હોસ્ટેલમાં ઘણા ઓછા છોકરાઓ પાસે મોબાઈલ હતાં. મોટે ભાગે એસટીડી બુથનો વ્યાપ વધારે હતો. લેડ લાઈનનો અસ્ત અને મોબાઈલની શરૂઆત હતી. તેવામાં રમેશને પ્રતાપનો મોબાઈલ ગમતો હતો. જોકે રમેશ પ્રતાપનો મોબાઈલ વાપરતા આવડતો ન હતો. રમેશને મોબાઈલ શીખવાની ઈચ્છા થતી હતી. પરંતુ  શીખવા જતાં બગડી જાશે તો મુશ્કેલીમાં મુકાઈ જશે તે વાતે રમેશ પ્રતાપના મોબાઈલથી દૂર રહેતો હતો. પરંતુ રમેશ મનોમન મોબાઈલની ઈચ્છા રાખતો હતો. પરંતુ બજારમાં મોબાઈલની કિંમત ઘણી મોંઘી હતી. સામાન્ય માણસોથી મોબાઈલ ઘણો દૂર હતો. પરંતુ હોસ્ટેલમાં મોબાઈલ રાખવાની અનોખી લહેર ફેલાઈ હતી. સૌ કોઈ મોબાઈલ વિશે ચર્ચા કરતા હતાં. તેવામાં રમેશ માટે મોબાઈલ ફક્ત સ્વપન હતું .પ્રતાપનો મોબાઈલ જોઈને કેટલાય પૈસાદાર ગુજરાતીઓ મોબાઈલ લાવ્યાં હતાં. તેમાં મહેશ અને પ્રિતેશ પહેલા નંબરે હતાં. જોકે મહેશનો અવાજ ઘણો ભારે અને ખોખરો હતો. જેનો સૌ કોઈ મજાક ઉડાવતા હતાં .મહેશને નાકમાં આંગળી ખોસી રાખવાની ખોટી આદત હતી. અને મોબાઈલ આવ્યા પછી તેની આ આદત પણ ઓછી થઈ ગઈ હતી. કારણકે મોબાઈલ આવ્યા પછી તેની આંગળીઓ મોટે ભાગે મોબાઈલના કીપેડ ઉપર જ વ્યસ્ત રહેતી હતી. જેથી મોબાઈલે મહેશની કુટેવને સુધારી હતી. જ્યારે પ્રિતેશ મોબાઈલ ગેમનો શોખીન બન્યો હતો. જ્યારે રમેશ લોકોને મોબાઈલ સાથે જોતો તેના મનમાં મોબાઈલ રાખવાની ઈચ્છા થઈ જાય પરંતુ તે સારી રીતે જાણતો હતો કે મોબાઈલ તેના ગજાની બહારની વસ્તુ છે. એક દિવસ પ્રતાપની રૂમમાં રમેશ અચાનક જઈ ચઢ્યો . રૂમમાં પ્રતાપ મોબાઈલ મુકીને જતો રહ્યો હતો. તે આજુ બાજુની રૂમમાં પ્રતાપની તપાસ કરી પરંતુ પ્રતાપ કોઈ જગ્યાએ દેખાયો નહીં .એક તરફ પ્રતાપનો રૂમ ખુ્લ્લો હતો .કોલેજ જવાનો સમય થઈ ગયો હતો. રોજની જેમ રમેશ અને પ્રતાપ સાથે કોલેજ જતાં હતા. પરંતુ આજે પ્રતાપ મોબાઈલ રૂમમાં ભુલી ગયો હતો અને તેમા વળી રૂમ પણ ખુલ્લો હતો. જેથી રમેશ મુંઝાઈ ગયો. તેણે વિચાર્યું કે કદાચ પ્રતાપ કોલેજ જતો રહ્યો છે . અને મોબાઈલ ભુલી ગયો હશે જેથી તેણે પ્રતાપનો મોબાઈલ લઈને કોલેજમાં આપી દેવાનું નક્કી કર્યુ  જેથી તે પ્રતાપનો મોબાઈલ લઈને કોલેજમાં ગયો . એક તરફ કાળા કલરની બેગ અને બીજા હાથમાં મોબાઈલ સાથે ચાલવામાં રમેશને અનેરો આનંદ થયો . તેની માટે તો જાણે આજે સ્વપન સાકાર થયું હોય તેમ લાગ્યું . રસ્તામાં જતાં જતાં પ્રતાપ તેને રસ્તામાં સામેથી આવતો દેખાય. પ્રતાપને જોતા રમેશને સમજાઈ ગયું કે પ્રતાપ પોતાનો મોબાઈલ લેવામાં રૂમમાં પાછો જઈ રહ્યો છે. જેથી રમેશને હવે મોબાઈલ પાછો આપી દેવા પડશે. જે વિચારથી રમેશ થોડો નિરાશ થયો તેણે વિચાર્યુ કે હજું  તો મોબાઈલની મજા શરૂ થઈ હતીને તેમાં વળી પ્રતાપ અચાનક આવી ચઢ્યો .હજુ દિલની ઈચ્છામાં બરાબર ઠંડક પણ ફેલાઈ ન હતી અને તેમા વળી પ્રતાપનું આગમન તેને ખચક્યું. તેને વિચાર કર્યો કોઈ પણ આ મોબાઈલ તે પ્રતાપને સાંજે જ આપશે. જેથી તે રસ્તામાં છુપાઈ ગયો અને ક્લાસમાં પહેલા જઈને ખુણામાં બેસી ગયો જેથી ચાલુ ક્લાસે પ્રતાપ જોડે વાત જ ન થાય. આમ જેમ તેમ કરીને દિવસ દરમ્યાન રમેશ પ્રતાપથી દૂર રહે છે અને આખો દિવસ મોબાઈલ પોતાની પાસે રાખે છે. અને સાંજે જ્યારે પ્રતાપ પોતાના રૂમમાં પાછો ફરે છે ત્યારે રમેશ તેના રૂમમાં જાય છે. અને પ્રતાપને પુછે છે તુમ્હે પતા હૈ તુમ્હારા મોબાઈલ કહા હૈ ..પ્રતાપ કહે છે નહીં યાર સુબહ યહા પડા થા લેકીન માલુમ નહી ફીર મૈન કહા રખ દીયા. તેના જવાબમાં રમેશ મરક મરક હસીને કહે છે અરે યાદ કરો અહીં કહીં હોગા, તેના જવાબમાં પ્રતાપ કહે છે અરે જાને દો યાર વૈસે ભી વો મોબાઈલ પાની મેં ગીરા થા કીસી કામ નહીં થા વો બિગડ ચુકા થા વૈસે ભી મૈ ઉસકો ફેંકને વાલા થા.  આ સાંભળી રમેશ થોડો શરમાય છે. તેને લાગે છે કે હવે જો હું પ્રતાપને મોબાઈલ વિશે કહીશ તો પ્રતાપ મને મુરખો સમજશે તેને લાગશે કે મે મોબાઈલની ચોરી  કરી હશે અને મોબાઈલ ખરાબ નિકળ્યો એટલે હું તેને પાછો કરી રહ્યો છે. અને  દિવસ દરમ્યાન મે તેને મોબાઈલ વિશે કંઈ પણ કહ્યું નથી .અને ઉપરથી મે તેનો મોબાઈલ આખો દિવસ મારી પાસે રાખ્યો  છે. મોબાઈલની અજ્ઞાનતા અને તેની મોબાઈલ પાછળની ઘેલછાએ રમેશને મુંઝવણમાં મુકી દીધો. હવે કરવું શું, પ્રતાપને કેમ કરીને કહેવું કે તેનો મોબાઈલ મારી પાસે હતો.. અને અંતે રમેશ પ્રતાપના બાથરૂમમાં જાય છે. અને બાથરૂમના ખુણામાં પ્રતાપનો મોબાઈલ મુકીને જતો રહે છે. જેથી પ્રતાપ જ્યારે બાથરૂમમાં જાય ત્યારે તેને બંધ પડેલી હાલતમાં ખોવાયેલો મોબાઈલ પાછો મળી જાય .

ગજબની છે આ દુનિયા

ફેશન અને દેખાડાની છે આ દુનિયા

રોજ નવા ખેલ કરાવતી આ દુનિયા

અમીરોની આ દુનિયામાં

રોજ રડતી આ ગેલછા

ગેલછાની પાછળ રોજ પીસાતો માણસ

અમીરોની ચાલમાં રોજ ફસાતો માણસ

રોજ રસ્તો ભુલી અટવાતી ગેલછા

રોજ નવા ખેલમાં ફસાતી ગેલછા  

અંક 09 ( ચિકનનું આકર્ષણ )

બેંગ્લોરના શરૂઆતના દિવસોમાં રમેશને જમવામાં કંઈ તકલીફ પડી ન હતી. પરંતુ જેમ જેમ મહિનાઓ પસાર થઈ રહ્યાં હતાં તેમ બંગાળી થાળીના નામે દાળ-ભાત ખાઈને રમેશ કંટાળી ગયો હતો. એક તરફ રમેશના ગુજરાતી મિત્રો રોજ અવનવી હોટલમાં જમવા જતાં હતાં તેમાં કેટલીય વખત રમેશને પણ ગુજરાતી મિત્રો લઈ જતાં હતા. જોકે રમેશના મિત્રો રમેશનો ખર્ચો ઉપાડી લેતાં હતા. તેમને ખબર હતી રમેશ પૈસામાં ઘણો કંજૂસ છે તે પૈસા કાઢીને આપણી સાથે હોટલમાં જમવા આવશે નહીં. જેથી મહેશ તેને ખાસ આગ્રહ કરીને પોતાના ખિસ્સામાંથી રૂપિય કાઢીને લઈ જતો હતો. જેથી રમેશ નાછૂટકે જવુ પડતુ હતું. શરૂઆતમાં રમેશને જવામાં કોઈ વાંધો ન આવ્યો પરંતુ હવે રમેશના ગુજરાતી મિત્રો ચિકનના રંગમાં રંગાયા હતાં. તેઓ ગુજરાતની દાળ ભાત ભુલીને ચિકન તંદુરી પાછળ પડ્યાં હતા. જોકે રમેશ ગુજરાતમાં ઈંડા ખાતા હતો. પરંતુ તેને ચિકન બેંગ્લોરમાં પહેલી વખત જોયું હતું. રંગે લાલ દેખાતા ચિકન પીસ જોઈને રમેશ ખાવાની ઈચ્છા થતી પરંતુ ચિકન ડીશનો ભાવ જોઈને રમેશ ચિકનથી દૂર રહેતો હતો. એક તરફ મહેશ તેનો જમવાનો ખર્ચો ઉઠાવતો અને તેમાં વળી આટલું મોંધુ ચિકન મહેશના ખર્ચે ખાવાનું તેને યોગ્ય લાગતું ન હતું . તેથી તે મિત્રોને ચિકન ખાતા જોઈને ખુશ થઈ જતો હતો. તેવામાં રમેશને વિચાર આવ્યો કે હોસ્ટેલનું જમવાનું કેટલાય છોકરોઓને ફાવતુ નથી. અને મોટા ભાગના છોકરાઓ હોસ્ટેલની સામેની હોટલમાં જમવા માટે જાય છે. તો હોટલના માલિકને  વાત કરીને આ છોકરાઓના ટિફીન અહીં નક્કી કરી દેવામાં આવે તો છોકરોઓ અહીં જમવા માટે તૈયાર થઈ જશે અને જો  હોટલ માલિક દર અઠવાડિયે ચિકન પીસ જો થાળીમાં આપે તો સોનામાં સુગંધ ભળી જાય. જેથી આ બાબતે રમેશ હોટલ માલિક સાથે વાત કરી. જોકે હોટલ માલિક મહિને 2000ના ભાવે અનલિમિટેડ જમાડવા તૈયાર થઈ ગયો. અને તેમાં વળી દર અઠવાડિયે ચિકન આપવામાં આવશે. અને થાળીમાં રોજ બટર પરોઠાની સાથે છાશ માટે તૈયાર થઈ ગયો. જોકે હજુ પણ પોતાની માટે  રમેશને મહિને 2000 વધુ લાગી રહ્યાં હતાં. જેથી રમેશ હોટલ માલિકને પંદર છોકરા કરી આપવાની બદલે પોતે મહિન ફક્ત 1500 રૂપિયા આપશે તેમ જણાવ્યું. તે શરતને પણ હોટલ માલિકે રાજીખુશીથી સ્વીકારી જેથી રમેશ ઘણો ખશ થયો .હવે તેને માત્ર પંદર છોકરોઓ તૈયાર કરવાના હતાં. તેમાથી ગુજરાતી મિત્રોની ટોળકી તૈયાર હતી. સૌથી પહેલા તેને મહેશને આ બાબતે વાત કરી તે સાથે જ મહેશે નેતાગીરી સ્વીકારીને અન્ય લોકોને પણ તૈયાર કરી લીધા. હવે રમેશના હરખનો પાર ન રહ્યો . હોસ્ટેલની સામની હોટલ બે ટાઈમ જમવાનું શરૂ થયું. હોટલની થાળી છોકરોઓ ખુશ થયા. અને અંતે રવિવારનો દિવસ આવ્યો જે દિવસે થાળીમાં ચિકન મળવાનું હતુ . રવિવારની સાંજે રમેશ અને ચિકનનો ભેટો થવાનો હતો. તે વાત વિચાર કરીને જ રમેશના મોઢામાં પાણી આવી જતું. લાલ લાલ ચિકન પીસ તેના આંખની સામે રમી રહ્યાં હતા. સાજે રમેશ હોટલમાં મિત્રોની સાથે જવાને બદલે એકલો જવાની તૈયારીમાં હતો કારણે કે રમેશને ચિકન કેમ ખાવું તે ખબર પડતી ન હતી. તેને પહેલા ક્યારેય ચિકન ખાધું  ન હતું. જેથી રમેશને ખબર પડતી ન હતી . તેને ચિકન ખાતા ફાવશે કે નહીં. જેમ પ્રતાપ અને મહેશ આરામથી ચિકન આરોગે છે તેમ તેને ચિકન ખાતા ફાવશે કે નહી તે બાબતે મુઝાતો હતો. જેથી રમેશ એકલો જઈને ચિકન ખાવાની તૈયારીમાં હતો. જેવા રમેશના મિત્રો હોટલમાંથી બહાર નિકળે છે તેની સાથે જ એક મિનીટની મોડુ કર્યા વિના રમેશ હોટલમાં ઘુસી જાય છે. તેના ટેબલ પર બેસવાની સાથે ચિકન સાથેની થાળી રમેશના ટેબલ ઉપર આવી જાય છે. હવે રમેશ અને ચિકન વચ્ચે માત્ર એક ફૂટનું અંતર  હતું . વર્ષોથી જે ચિકન પીસને માત્ર ટીવી ઉપર જોયું હતુ તે આજે તેની આંખોની સામે હતું. રમેશ જીભના લપકારાની સાથે ધીમા હાથે ચિકન પીસને પકડે છે અને ઘીરે ધીરે આંખનો પલકારો માર્યા વિના મોઢા તરફ લઈ જાય છે. બે દાબલાની વચ્ચે ચિકન મુક્તાની સાથે જ રમેશની જીભને ચિકનનો સ્વાદ જામી જાય છે. વર્ષોની ભુખ જાણે આજે મટી હોય તેમ ચિકન આરોગતા રમેશ માટે આ પળ અનેરી બની જાય છે. રમેશના ભરપેટ ભોજન બાદ રમેશ હોસ્ટેલમાં પાછો ફરે છે. તેના દોસ્તો વાતના વમળોમાં ફસાયા છે. તેમા રમેશ પણ ફસાય છે.

શું વેજ અને શું નોનવેજ

ભુખનો સ્વાદ છે એક

ભુખ લાગે ત્યારે બને સરખુ

પહેલુ મોઢામાં જાય તે સાચું

પેટથી ભરેલા માટે છે ફેર

બાકી ભુખ્યાને મન બન્ને સરખુ

વર્ષોથી ચાલતો આ ભેદ

સૌ કોઈને પૈસા ટાળે પજવતું

જ્યારે લાગે પેટે આગ

ત્યારે ભુખ્યાને  મન બન્ને સરખું

અંક 10 (  બેંગ્લોરનો ગુજરાતી વિધાર્થી )

બેગ્લોરમાં એક મહિના બાદ દિવાળી વેકેશનની રજાઓ શરૂ છે. જેથી રમેશ દિવાળી કરવા માટે એક મહિનો ઘરે આવ્યો છે. ટ્રેનમાં લાબી મુસાફરી કર્યા બાદ રમેશ થાકી ગયો છે તે સ્પષ્ટ્ર દેખાઈ રહ્યું છે. રમેશ વહેલી સવારે પોતાના ઘરે પહોંચી ગયો છે. ઘરમાં સવારનો નાસ્તો ચાલી રહ્યો છે. રમેશની આખોમાં અનેરી તાજગી દેખાઈ રહી છે. રમેશમાં અનેરો ઉત્સાહ છે કારણકે હવે રમેશ બેંગ્લોરથી પાછો ફર્યો હતો. ગામમાં રમેશના નામની ચર્ચાઓ થઈ રહી હતી. રમેશ પોતાના મિત્ર રામ અને નિશાંતને સૌથી પહેલા મળવા માગે છે. એક તરફ ઘરમાં આનંદનું વાતાવરણ છે, કારણકે રમેશ ઘણા સમય પછી ઘરે પાછો આવ્યો છે અને તે વળી બેંગ્લોર જેવા મોટા શહેરથી એક મહિનો ભણીને આવ્યો છે. જેથી ઘરમાં સામાન્ય પુછપરછ ચાલી રહી છે. ઘરના સભ્યો રમેશને એક જ પ્રશ્ન વારંવાર પુછી રહ્યાં છે રમેશ તને ત્યાં ફાવે છે, તેના જવાબમાં રમેશ મરક મરક હસીને હુંકારો ભરી રહ્યો છે. જોકે રમેશે જમાવામાં તકલીફ પડે છે તેમ ઘરના સભ્યોને જણાવે છે. તે સાથે પોતે નોનવેજ પણ ખાઈ રહ્યો છે તે કહેતાની સાથે જ મા ગુસ્સામાં લાલ થઈ જાય છે .જોકે તેના પપ્પા અને ભાઈ તેના પડખે આવીને ઉભા રહે છે. જેથી વાત ત્યાંની ત્યાં સમી જાય છે. રમેશ સવારનો ચા નાસ્તો કરતાંની સાથે જ રમેશના ઘરે નવના ટકોરે પહોચી જાય છે. રમેશે નવા કપડા પહેર્યા છે. છીકણી કલરનું સ્કીન ટાઈટ પેન્ટ અને લાલ કલરની ટી શર્ટમાં રમેશ શહેરી જેવો લાગી રહ્યો છે. રમેશ ઘણો આત્મવિશ્વાસથી ભરેલો જણાઈ રહ્યો છે. રમેશ પોતાના મિત્રના ઘરના બારણે ઉભો છે. તેનો મિત્ર સવારનો નાસ્તો કરી રહ્યો છે. રમેશને ઘરના આંગણે ઉભેલો જોતાની સાથે જ રામ આનંદમાં આવી જાય છે. પ્રેમભર્યા આવકાર સાથે રામ રમેશને ઘરની અંદર બોલાવે છે. તેની સાથે રમેશ ઘરમાં આસન ગ્રહણ કરી દે છે. રામ બેંગ્લોર વિશે પુછી રહ્યો છે. રમેશ વિગતે બેંગ્લોર અને વાતાવરણ બાબતે સમજાવે છે. બેગ્લોર ઘણું ઠડું રહે છે. ક્યારેક પ્રકાશ તો ક્યારેક વાદળછાયુ વાતાવરણ રહે છે. બેગ્લોરમાં હિન્દી લોકો સમજતા નથી જેથી તેને ઈંગ્લીશ બોલવુ પડે છે તેમ વટ જમાવી રહ્યો છે. ક્યારેક ક્યારેક જબરદસ્તીથી ઈંગ્લીશના શબ્દો ઘુસાડવાની કોશિશ કરી રહ્યો છે. રમેશમાં આવેલા પરિવર્તન અને આત્મવિશ્વાસમાં વધારો જોઈને રામ ઘણો ખુશ થાય છે. રામ પોતે બીએસસી કરે છે તે જાણી રમેશ ઘણો ખુશ થાય છે અને નિશાંત રાજકોટમાં તારા જેવો ડિપ્લોમા કોર્ષ કરે છે તેમ રામ જણાવે છે. જેનો રમેશ કોઈ પ્રતિભાવ આપતો નથી. ગામમાં રમેશની બોલબાલ થઈ રહી છે જેથી રમેશ ખુશ છે પરંતુ રમેશને ખબર છેકે સત્ય કઈંક જૂદુ છે. બેંગ્લોરની કોલેજ જ્યાં તે ભણવા ગયો છે. તે બાલમંદિર કરતા પણ ઘણી નાની છે. આટલી બધી ફી આપી છે તેમ છંતા કોલેજના નામે ક્લાસ મળ્યો છે. પરંતુ રમેશને ખબર હતીકે ભણતરની સાથે ચણતર કરવાની જવાબદારી રમેશની પોતાની છે. બેંગ્લોરમાં ભણતર સાથે ભાષા અને દેખાવમાં પરિવર્તન કરવું પડશે. જેથી ગામમાં તેનું માન જળવાઈ રહે, નહીં તો ગામમાં એમ જ કહેશે કે રમેશ શહેરમાં ગયો પરંતુ હજુ ગામડીયો જ છે. તેને ઈંગ્લિશનો ઈ પણ આવતો નથી. ગામમાં તેના પ્રત્યેનું વાતાવરણ જોયા પછી હવે રમેશ પોતાની જાતને વધારે મજબૂત બનાવાની કોશિશ કરી રહ્યો છે. આ બધા વિચારોની વચ્ચે રમેશ રામના ઘરથી મંદિર જવાના બહાને નિકળે છે. રામના ઘરની પાછળ મંદિર આવેલુ છે. જ્યાં રમેશ બેંગ્લોર જતાં પહેલા નિયમિત જતો હતો. ભગવાનની દયાથી રમેશને જીવનમાં નવો રસ્તો મળ્યો હતો.જેથી ભગવાનનો ઉપકાર માનવા રમેશ મંદિરમાં જાય છે. જ્યાં રમેશ  થોડો સમય પસાર કરે છે. ત્યાર બાદ રમેશ બપોરના સમયે ઘરે પાછો ફરે છે . જમવાનો સમય થઈ જાય છે. રમેશ બપોરના ભોજન માટે બેસે છે. રમેશની સામે થાળીમાં દાળ શાક ભાત અને ગરમ ગરમ રોટલી  છે. થાળીમાંથી રમેશ જેવો પહેલો કોળિયો મોઢામાં મુકે છે ત્યાંજ તેના આંખ ભીની થઈ જાય છે. રમેશને બેગ્લોરના તે દિવસો આવી જાય છે. જ્યારે તેને જમવાના નામે  ફક્ત દાળ અને અધકચરી દાળ મળતી હતી. આજે ઘણા મહિના પછી જમવાનું પુરૂ ભાણું મળ્યું હતું. જેમા દાળ શાક અને ભાતની સાથે મમ્મીનો પ્રેમ હતો. રમેશની આંખ ભીની જોઈને માં પણ પોતાની આંખમાંથી આવતા આંસૂને રોકી શકતી નથી. રમેશને સમજાઈ રહ્યું છે જગતમાં બધુ પૈસાથી મળી શકે છે પરંતુ માં અને માં જેવો પ્રેમ ક્યારેય પૈસાથી મળતો નથી. 

તારા થકી જગમાં હું આવ્યો

જગના દરેક ઠેકાણે હું ફર્યો

જગે તારાથી મને દૂર કર્યો

જગે ખોબો ભરી ઘણું આપ્યું

જગમાં બધાંની છે લે-વેચ

જગમાં એક નથી વેચાતું

જગમાં નથી તારા જેવો પ્રેમ

જગમાં જૂઠાણાંનો ચાલે છે ખેલ

સત્યમાં માત્ર એક જ છે સત્ય

માં તારા વગર છે  જગ ખાલી 

વધુ આવતાં લેખમાં,,, 

સર્જક -”ૐકાર ”

Advertisements

About Gramin Patrika

GP, (GraminPatrika) is a PlatForm To Post News, Views, Article on it, Without any Language barrier. Its Free Platform to Post, Publish, Promote and Get Popularity of Your Post. GP also provides the useful link of websites. Join GP, To Post, Publish, Promote and Get Popularity. Thank You, GraminPatrika, ✆ +91-7600-168-768 ✉ GraminPatrika@gmail.com www.GraminPatrika.com

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: