લોકક્રાંતિ

           લોકક્રાંતિનો અર્થ શુ થાય છે. લોકો દ્રારા કરવામાં આવતો વિરોધ કે પછી જ્યારે સમાજના સૌથી નાના વર્ગના નાક ઉપર પાણી  પહોચી જાય અને ત્યારે લડાતી જીવન મરણની જંગ ?  

મોટા ભાગના ભારતના નાગરિક માને છે કે ભારતને આઝાદી તો મળી છે પરંતુ ખરેખર ભારત આઝાદ થયો નથી. આઝાદીને પચાસ વર્ષથી વધારે થઈ ગયા છે. તેમ છંતા ભારતનો મધ્યમ અને નીચલો વર્ગ કેમ ભારતના માનીતા વિકાસથી ખુશ નથી.

શું ખરેખર ભારતના સામાન્ય નાગરિકને દેશના વિકાસની વ્યાખ્યા ખબર છે. જે વિકાસદરની વાત રાજનેતાઓ દ્વારા કરવામાં આવે છે તેનો સંબધ માણસના બે ટંકના ભોજન, સ્વચ્છ કપડા અને એક પોતિકા મકાન સાથે  જોડાયેલો છે ?

આપણા ઘરમાં કોઈ પાલતુ જાનવર હોય અને જો તેને બે ટાઈમનું ભોજન અને સારુ વાતાવરણ પુરૂ પાડવામાં ન આવે ત્યારે તે પાલતુ જાનવર આપણી શું હાલત કરે  તેવી હાલત જ્યારે સમાજના મધ્યમ વર્ગથી લઈને નીચલા સ્તરની થાય ત્યારે માની લેવુ કે આપણે હજૂ પણ ગુલામીની સ્થિતીમાં છે અને લોકતંત્ર અને આઝાદીની વાતોએ મોટા માણસો અને જુઠા રાજનેતાઓની ખોટી વાતો છે. અને જ્યારે સમાજમાં દૂધનું દૂધ અને પાણીનું  પાણી થાય ત્યારે એક અવાજનું નિર્માણ થાય છે. જે ખરેખર દેશને આઝાદી આપવમાં મોટો ફાળો ભજવે છે. આઝાદી પછી દેશમાં અનેક વખત આ ક્રાંતિકારી અવાજ ઉભો થયો અને બેસી પણ ગયો. તે ઈતિહાસના પાના ઉપર આઝાદી પછી લખી પણ દેવામાં આવ્યો. પરંતુ સ્થિતી હજુ જેમની તેમ છે.સમાજ માટે બંધારણ જરૂરી છે પણ જ્યારે બંધારણ સમાજના મધ્યમ વર્ગ અને નીચલા સ્તર માટે ગળાની ફાંસ બની જાય અને મોટા વ્યક્તિઓ માટે મોકળુ મેદાન તો સમાજ માટે ઘણું ઘાતક સાબિત થાય છે.

જે સરકાર સમાજના દરેક વર્ગની જવાબદારી સાથે મુગા જાનવર અને પ્રકૃતિની કાળજી લેવા માટે સક્ષમ હોય અને તે પ્રત્યે બંધાયેલી હોય તે સાચી સરકાર છે. પછી  તેનો વિકાસમાં સૌથી છેલ્લો નંબર હોય તો પણ તે પ્રજાના હિતમાં માની શકાય.રામયુગ માં ભારતનો નંબર શું હતો તે અત્યારે ખબર નથી. પરંતુ અત્યારે પણ ભારતનો નાગરિક અભિમાનથી કહી શકે છે પહેલા ભારતમાં રામ રાજ્ય હતું. જ્યારે પ્રજા સુખી હતી. તેવા રામરાજ્યની કલ્પના આજના દિવસોમાં કરવામાં આવે તો હસુ આવી જાય તો નવાઈ નહીં. આજનો વ્યક્તિ બે ટંકની રોટી ભેગી કરવામાં મરી રહ્યો છે. પૈસાવાળો વધુ પૈસાવાળો અને ગરીબ વધારે ગરીબ બની રહ્યો છે.

દિવસેને દિવસે વધતી જતી  મોંઘવારીએ મધ્યમવર્ગ અને ગરીબોની કમર તોડી નાખી છે. એક તરફ નાત-જાત અને ધર્મના ભેદભાવ વચ્ચે જીવતો ભારતના નાગરિકમાં ઘીરે-ઘીરે તંત્ર ઉપરનો વિશ્વાસ ગુમાવી રહ્યો છે. ભુતકાળમાં  એશિયાના મોટાભાગના મુસ્લિમ દેશામાં હિંસાત્મક ક્રાંતિ જોવા મળી હતી. જેમાં વર્ષોની રાજ કરી રહેલા કુંટુબોનો પ્રજાએ ખાતમો કરી નાખ્યો હતો. પહેલા રાજાશાહી અને ત્યાર બાદ અંગ્રેજ અને હવે લોકતંત્ર નામે મજબૂર બનેલો આજનો નાગરીક હમેશા પિસાતો રહ્યો છે. માણસની પ્રકૃતિ છે જે હમેશા અમીર બનવા ઈચ્છે છે. કોઈ માણસ તમને ક્યારે એવુ નહીં કે મારી ગરીબ બનવું છે. દરેક માણસ સુખી સંપન્ન થવા માંગે છે. ત્યારે સવાલએ થાય છે કે દેશમાં દરેક નાગરીકને એક સરખી વિકાસની તક કેમ આપવી જેથી સમાજમાં બે ભાગમાં ન વહેંચાય જાય. જ્યારે સમાજ બે ભાગમાં વહેંચાઈ જાય ત્યારે સામાન્ય નાગરિકથી અસર થાય છે. જ્યારે દેશ ઘર્મ જાતિના નામે વહેચાય છે ત્યારે સામાન્ય નાગરિક લાચાર બની જાય છે. દેશમાં જે કંઈ ક્રાંતિકારી પેદા થાય છે ત્યારે તેની તુલના મહાત્મા સાથે કરી દેવામાં આવે છે.

મહાત્માએ અંગ્રેજો સામે લડવા માટે અહિંસાને હથિયાર બનાવ્યું હતુ. તે વખતે સુભાષચંદ્ર બોઝ અને ભગતસિંહ જેવા પણ ક્રાંતિકારી થયા જે મહાત્માથી વિપરીત દિશામાં ગયા પરંતુ તેમનો ભાવ ક્રાંતિનો હતો.અત્યારનો નીચલો વર્ગ એકલો અટુલો છે ? મધ્ચમ વર્ગ મજબૂર છે ? જ્યારે નાગરિક કઈં પણ કરવાની સ્થિતીમાં ન હોય. ત્યારે ક્રાંતિની શરૂઆત થાય છે. જ્યારે નાગરિક પળે-પળે મરતો જાય છે. અને તેવી સ્થિતીમાં આવી જાય  છે. જ્યારે તેની ચારેય દિશાએ અંધારૂ છવાઈ જાય છે. ત્યારે એક અવાજ ઉઠે છે. જે નીડર અવાજ હોય છે. જે મરો મારવાની સ્થિતીમાં હોય છે. અને તે વખતે થાય છે લોકક્રાંતિ. જેમાં દેશની દિશા અને વ્યવસ્થાનું પરિવર્તન થાય છે.

જ્યારે સમાજમાં નૈતિક મુલ્યનું મહત્વ ન રહે ત્યારે ભષ્ટ્રાચારની શરૂઆત થાય છે. અને જો સમાજમાં ભષ્ટ્રાચાર દિવસેને દિવસે વધતો જાય તે માટે જવાબદાર સરકાર બને છે. જન સમર્થન વગર ક્રાંતિ શક્ય છે. જ્યાં સુધી ગામડાનો એક-એક માણસ ઘરની બહાર ન નીકળે ત્યાર સુધી અસરકારક લોકક્રાંતિ શક્ય નથી. ભારતમાં અત્યાર સુધીમાં અનેક નાના- મોટા આંદોલન થયા છે. પણ લોકક્રાંતિ હજુ સુધી થઈ નથી. હવે ભારતને શું લોકક્રાંતિની જરૂર છે. જે ક્રાંતિથી ભારત પુરેપુરી આઝાદી મેળવશે. દેશને ભુલભુલામણી આઝાદી મળી છે. જેનાથી દેશનો નાગરિક હજુ પણ સંતુષ્ટ નથી. હજુ પણ દેશનો મોટો વર્ગ વિદેશમાં રહેવાનુ વધારે પંસદ કરે છે. આપણમાં રાષ્ટ્ર કરતાં ઘર્મ અને નાત-જાતનો દિવો વધારે બળે છે. રાજનીતિએ સામાન્ય માણસ માટે રસ્તા બંધ કરી દીધા છે.

સમાજસેવા સાંસારિક માણસ માટે શક્ય નથી. એટલે જ કદાચ અન્ના હજારે સાંસારિક જીવનથી દૂર રહ્યા હતાં. કારણે કે તેમના લગ્ન દેશ સાથે થયાં હતાં. દેશનો નાગરિક જ્યારે પહેલા દેશ સાથે લગ્ન કરશે ત્યારે દેશ મજબૂત બનશે. પરંતુ બાળકના જન્મથી લગ્ન લોભ,લાલચ અને રૂપિયા સાથે કરી દેવામાં આવે છે. જેથી દિવસેને દિવસે સમાજ નૈતિક મુલ્યોથી દૂર થઈ રહ્યો છે. ભષ્ટ્રાચાર જેવા દૂષણો વધી રહ્યા છે. આંદોલન થાય છે પણ સમાજ તેની દિશા નક્કી કરી શક્તો નથી. તેવામાં દેશના નાગરિકે પ્રબળ મન સાથે પોતાની જાતને તૈયાર કરવી પડશે. પોતાની લડાઈ પોતાની જાતે લડવી પડશે. જ્યારે તમારા  જ ઘરમાં તમારો જ કોઈ પોતિકો દમનનીતિ અપનાવે ત્યારે તમે શું કરો ?  શું તે વખતે તમે અલગ ઘર બનાવશો  કે પછી પોતિકાને ઘરની બહાર કાઢશો. તેમાં ચોક્કસ પહેલા પોતિકાને સમજાવવાની કોશિશ કરવામાં આવશે. અને જો સમજણની નીતિ કામ ન આવે ત્યારે દમન સામે જંગ લડવામાં આવશે. જો દમનને સહન કરશો તો દમનકારી વધુ મજબૂત બનશે. અને તે અંહકારી બની જશે. ત્યારે  તમારૂ અસ્તિત્વ ,તમારુ જીવન  અર્થહીન બની જશે. જ્યારે દેશમાં નાગરિકને પોતાના અસ્તિત્વની લડાઈ લડવાની જરૂર પડે છે. ત્યારે ત્યાં ક્રાંતિનો જન્મ થાય છે.

જે દેશમાં ગરીબ બનવા માટે બે ઘડીનો સમય લાગતો નથી અને અમીરની ચાદર પેઢીઓ સુધી મળતી નથી. જ્યારે ગામડાનો માણસ વિકાસની તકોથી વંચિત રહી જ્યારે છે ત્યારે તેના ઘરમાં ગરીબીનો જન્મ થાય છે. અને જ્યારે અમીરના ઘરમાં અમીરીની ચાદર જરૂર કરતા વધારે વધી જાય  છે. ત્યારે અંહકાર અને રાજનીતિનો જન્મ થાય છે. દેશમાં પરિવર્તનની જરૂર ત્યારે પડે છે જ્યારે વ્યવસ્થામાં છબરડા હોય. સામાન્ય વર્ગને તેનો લાભ ન મળતો હોય. ત્યારે સમાજમાં વ્યવસ્થા પરિવર્તનની જરૂર પડે છે. દેશના વિકાસમાં ભણતર અને રોજગાર મહત્વનો ભાગ ભજવે છે. પરંતુ તે માટે પોતાનુ  વતન અને પોતિકાને છોડવા પડે તેનાથી વધારે કમનસીબી શું હોય . જે લોકો સાથે વર્ષો વીતાવ્યાં તેમને વિકાસ માટે છોડવા પડે તે વિકાસનો કોઈ અર્થ નથી. સમાજ માટે બંધારણ હોય છે. બંધારણ માટે નિયમ અને વ્યવસ્થાની જરૂર પડે છે. પરંતુ જ્યારે નિયમ અને બંધારણનું અમલીકરણ સરખુ ન થાય ત્યારે દેશ વહેંચાતો જાય છે. ત્યારે એક રાજ્ય બીજા રાજ્યથી અલગ થાય છે. રાજકીચ રાજનીતિ તેનો લાભ લે છે. નાગરિક ભારતનો મટીને રાજ્યનો છે. રાષ્ટ્રીય ભાષા મટીને રાજકીય ભાષાનો જન્મ થાય છે. રાજ્યમાં નાત-જાતની રાજનીતિ શરૂ થાય છે. દેશનો એક નાગરિક બીજા નાગરિકથી અલગ દેખાય છે.

જ્યારે દેશમાં એક્તાની લહેર ઉઠે છે. ત્યારે તોડવાની રાજનીતિ કરતા લોકો ચિંતામાં મૂકાઈ જાય છે. ત્યારે તેઓ અંગેજ જેવી દમનનીતિ અપનાવે છે. ત્યારે તેઓ સમાજમાં ખુલ્લા પડી જાય છે. આઝાદ દેશને પંચાસ વર્ષથી વધારે થયા છે. દેશમાં ગરીબી, ભષ્ટ્રાચાર, મોંઘુ ભણતર અને નાત-જાતની રાજનીતિ ચરમસીમાએ પહોંચે છે. ત્યારે દેશમાં એક ક્રાંતિકારીનો જન્મ છે. જેના સહારે પ્રજા તંત્ર સામે લડાઈ લડે છે. દેશમાં ક્રાંતિ અચાનક આવતી નથી. તેના માટે વર્ષોનો સમય લાગે છે. અને ક્રાંતિ એક દિવસ  અચાનક જ્વાળામુખીની જેમ ફૂટે છે. જ્યારે બંધારણ ક્રાંતિ સામે મજબૂર બની જાય છે. જ્યારે દેશની જનતા અનાથ બની જાય છે. ત્યારે,

દેશમાં જન જન મળશે,

ત્યારે અવાજ થી અવાજ મળશે.

પ્રાંતવાદનો અંત થશે,

ત્યારે સમાજ એક થશે.

રાજનીતિ રાષ્ટ્રનીતિ માટે લડવા મજબૂર થશે,

ત્યારે દેશમાં વિકાસ થશે.

દેશમાં ગરીબીની બિમારી દૂર થશે ,

ત્યારે દેશમાં પ્રેમનો પ્રકાશ ફેલાશે.

દેશમાં ગુલામી મટી જશે

ત્યારે સ્વાભિમાનનો જન્મ થશે.

લેખક-  ”ૐકાર ”

About Gramin Patrika

GP, (GraminPatrika) is a PlatForm To Post News, Views, Article on it, Without any Language barrier. Its Free Platform to Post, Publish, Promote and Get Popularity of Your Post. GP also provides the useful link of websites. Join GP, To Post, Publish, Promote and Get Popularity. Thank You, GraminPatrika, ✆ +91-7600-168-768 ✉ GraminPatrika@gmail.com www.GraminPatrika.com

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: