આત્મકથા…..

Image

જો મળે સાથ તારો
     આ લેખ નવરાત્રીનો છે. અને તેમાં ખાસ કરીને શેરી ગરબાની આત્મકથા કહો તો પણ ચાલી જશે.
     નવરાત્રીનું આયોજન કેમ થાય છે અને તેની પાછળનો હેતું શું છે. તે વાતથી કોઈ અજાણ નથી, અને જે નવરાત્રીના અર્થની ખબર નથી તેવું કહેનાર કદાચ  બાળકો જ હોઈ શકે.
     આજના જમાનાની સચ્ચાઈ એ છેકે  નવરાત્રી પાછળ રહેલા હેતુને ધ્યાને રાખીને ગરબીમાં જોડાતાં હોય તેવી ભાવનાવાળા લોકોને શોધવા ઘણા મુશ્કેલ છે. તે વાત કહેતા કે લખતા મને ઘણું દુખ થાય છે.   
Image       
      નવરાત્રીનો પહેલો દિવસ. સ્વાભાવિક રીતે નવરાત્રીના નવ દિવસમાંથી  પ્રથમ દિવસને લોકો ગણતાં નથી. કેમકે ગરબામાં ભીડ જામતી નથી. પરંતુ લોકોની તૈયારી તે દિવસથી શરૂ થાય છે. પરંતુ ગરબા અને ભીડને કોઈ સંબંધ નથી. જ્યાં માત્ર આરાધના હેતુથી લોકો એકત્ર થતાં હોય ત્યાં એક હોય કે બે પછી ચાર કે પછી હજાર કોઈ ફર્ક પડવો ન જોઈએ તેવું માનીને માતાની આરાધના કરતા લોકો નજરે પડે ત્યારે દિલની આંખોને ખુશી થાય કે મને નવરાત્રીના સાચાં ગરબા જોવા મળ્યાં ખરા,,,,પણ જો હેતુ વગરના ગરબા જોવા મળે ત્યારે શરીરની આંખને ચોક્કસ શાંતિ મળે પણ દિલના કોઈક ખૂણે સ્વાભાવિક પણ સવાલ ઉઠે કે શું આપણે કોઈ ખોટી દિશામાં ચાલી  તો રહ્યાં નથી.
    નવરાત્રીનો પહેલો દિવસ આવાં જ અનેક સવાલો મારા મનમાં ઉઠાવી પૂરો થયો. દરેકની એક જ સમસ્યાને દરેકની એક સરખી વાત..જાણે કે દરેક શેરી એક જ સમસ્યાથી પીડાઈ રહી છે. અનેક ઠેકાણે શેરી ગરબા જવાનીયાઓની રાહ જોઈને ઉભા છે.  હાલના સમયમાં  શેરી ગરબા વડીલો માટે  સુરક્ષાની ચાવીરૂપ સાબિત થયાં છે.
     જોકે હવે શેરીબજારની સામે ચાલી રહેલા કોમર્શિયલ ગરબા નવા નથી. કોમર્શિયલ ગરબા પણ વર્ષોથી ચાલી રહ્યાં છે. પરંતુ નવરાત્રીનું સાચુ સ્વરૂપ તો શેરી ગરબા છે. જે વાતને કોઈ નકારી શકે તેમ નથી. તેવામાં શેરી ગરબાને કોમર્શિયલ ગરબા સામે ટકી રહેવું ઘણું મુશ્કેલ છે. પરંતુ તેમ છતાં શેરી ગરબા ભવિષ્યમાં ફરી ચમકે શકે તેમ છે. પરંતુ તે માટે જો સાથ મળે તેનો…
    કોમર્શિયલ ગરબામાં છોકરીઓને મોકલવામાં વડીલોને કોઈ વાંધો નથી. પરંતુ સુરક્ષાની બાબતે પાર્ટી પ્લોટ ઉપર ભરોસો કરનારા વડીલો ભાગ્ય જ કોઈ શકે, અને તેવામાં અપવાદમાં સ્વરૂપે  કોઈ એવાં  મા-બાપ હોય કે જેમને પાર્ટી પ્લોટ ઉપર સુરક્ષાનો પૂર્ણ ભરોસો હોય તે કદાચ એકવીસમી સદ્દીના પાક્કા મા-બાપ છે. અથવા પોતે જાતે જ કોમર્શિયલ ગરબાનું આયોજનકર્તા હોઈ શકે.  ખાસ કરીને મોટાભાગનાં મા-બાપ યુવતીઓ પ્રત્યે ધણાં ચિંતાતુર છે. તેમણે પાર્ટી પ્લોટમાં પોતાની દિકરીને એકલી મોકલવી અસુરક્ષિત લાગે છે. પરંતુ નવરાત્રીના બદલાયેલા રંગમાં રંગાયેલી યુવતીઓ પાર્ટી પ્લોટમાં જ ખુલ્લા દિલે માતાની આરાધના કરી શકે  તેવું માનીને જીદ્દ કરીને પણ પાર્ટી પ્લોટમાં પહોંચી જાય છે. ત્યારે તેવા સમયે મા-બાપે તેમની ચોકીદારી કરીને પણ તેની જીદ્દને પૂરી કરવી પડે છે.જોકે યુવતીઓ માને  છે કે ફ્રી એન્ટ્રી પાર્ટી પ્લોટમાં અમારી માટે છે. અમે તેનો લાભ લેવો જોઈએ, પરંતુ તેની પાછળ ચિંતાતુરૂ મા-બાપ નવરાત્રીમાં  મફ્તનાં ચોકીદાર બની જાય છે. તે વાતને તેઓ ધ્યાને લેતાં નથી.
Image
જેની સામે શેરી ગરબા મા-બાપ માટે સુરક્ષિત ચાવી સમાન બની ગયા છે. શેરી ગરબાના આયોજકો માને છેકે શેરી ગરબાનો સૌથી મોટો ફાયદો સુરક્ષા છે.  ચિંતા વગર નવરાત્રીનો આનંદ લઈ શકાય છે. ચોક્કસ શેરી ગરબામાં કોમર્શિયલ ગરબા જેવી ચમક હોતી નથી. પરંતુ શેરી ગરબા દરેક માટે આનંદ અને ચિંતામુક્ત થઈ જાય છે.  પરંતુ સૌથી મોટી દુખની વાત તે છેકે શેરી ગરબાનો સમય ઘણો સિમિત છે. બાર કે પછી એક વાગ્યાની આસપાસ શેરી ગરબા પૂર્ણ થઈ જાય છે.  જેથી વધુ સમય માટે ગરબા રમવાની ઈચ્છા શેરી ગરબા પૂર્ણ કરી શકતા નથી. જેનો લાભ કોમર્શિયલ ગરબા લઈ જાય છે. ઉપરાંત શેરી ગરબામાં સંખ્યા ચોક્કસ હોય છે. જેમાં ફળિયા કે સોસાયટીના લોકો જ જોડાય છે. જેથી વધારે સંખ્યાની વચ્ચે ગરબા રમવાની ઈચ્છા ધરાવતો યુવા વર્ગ નિરાસ થાય છે. અને તેમની માટે કોમર્શિયલ ગરબા એક માત્ર વિકલ્પ છે.
આ બધી વાતોની વચ્ચે એક જ વાત ઉભરાઈને આવે છે. શું નવરાત્રીમાં ગરબાનો હેતુ મહત્વનો છે કે પછી ફિલ્મી ગીતોમાં  સ્ટાઈલથી નાચીને લેવાતો  આનંદ મહત્વનો છે.
પરંતુ જો યુવા વર્ગ શેરી ગરબા પ્રત્યે  જાગૃત અને નવરાત્રીના અર્થને સમજે તો ચોક્કસ શેરી ગરબા જામશે તે વાતને નકારી શકાય તેમ નથી.
શેરી ગરબામાં એક્તા ઘણી જરૂર છે. ત્યાં રૂપિયાનું કોઈ મહત્વ નથી. પરંતુ જ્યાં એકતાનો અભાવ છે ત્યાં શેરી ગરબા થવા અશક્ય બાબત છે તે પણ જાણી લેવું ઘણું જરૂરી છે. એવી અનેક જગ્યાઓ છે કે જ્યાં વર્ષોથી ચાલતાં શેરી ગરબા માત્ર એક ઝઘડાનાં કારણે બંધ પડી ચૂક્યાં છે. કોમર્શિયલ ગરબામાં માત્ર રૂપિયા આપીને એન્ટ્રી મળી જાય છે. જ્યારે શેરી ગરબામાં એક્તાનો પાઠ શીખ્યા વગર  તેનો સ્વાદ ચાખી શકાય નહીં…
અને છેલ્લે જતાં જતાં,,,શેરી ગરબાની આત્મક્થા,,,
મે તને આપી હતી  આરાધનાની રીત
શક્તિ માટે રમાતો હું, શક્તિ માટે જામતો  હું
ગરબાની રમઝટે શક્તિની પૂજા કરાવતો હું
પૈસાની લાલચે રંગાઈ નવરાત્રી જ્યારે
ત્યારથી હું બન્યો ઘરડો, એકલો, નિરસ
વર્ષોના સંબંધો છે મારા ને તારાં
વર્ષોથી મળ્યો તને સાથ મારો
જો આજે  મને મળે  સાથ તારો,,,,
રાકેશ પંચાલ. 
Advertisements

About Gramin Patrika

GP, (GraminPatrika) is a PlatForm To Post News, Views, Article on it, Without any Language barrier. Its Free Platform to Post, Publish, Promote and Get Popularity of Your Post. GP also provides the useful link of websites. Join GP, To Post, Publish, Promote and Get Popularity. Thank You, GraminPatrika, ✆ +91-7600-168-768 ✉ GraminPatrika@gmail.com www.GraminPatrika.com

3 comments

  1. Hitesh Solanki Says on Facebook About this Article ,…””Maha ma e mongh vari tema pan…mota graund ma Garba nu ayojan..tena karta sara Sheri Garba Sukh..Santi..samrudhi..Ane ghar Ane mohala..ni salamati…Notention…Sheri Garba ne mahatv Aapo ane..Samay ane Paisa ni Barbadi Bachavo “”
    ..Jay Matadi…hitesh.solanki

  2. Amit Patel On Facebook Says

    “mara sheri ma haju thay 6e”

  3. Siddhant Mahant On FaceBook Says

    “nice coverage……………………………………….& good massage………..”

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: